તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોમાં સામસામે ખરાખરીનો ખેલ શરૂ થયો હોય તેમ આજે કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના મહીલા ઉમેદવાર દક્ષાબા જયદેવસિંહ રાણાની અટકમાં મેન્ડેટમાં ક્ષતિ હોવાના કારણસર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવતા ભાજપના ઇશારે તંત્ર દ્વારા કિન્નાખોરી રાખી ચૂંટણીની ગાઇડ લાઇનનું પણ ઉલ્લંઘન કરી ફોર્મ રદ કર્યાનો શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ મુદ્દે આવતીકાલે હાઇકોર્ટના દ્વાર પણ ખવડાવવાની તૈયારી બતાવી છે. આમ હજી મતદાન નથી થયું ત્યાં પંજાના હાથમાંથી એક બેઠક સરી ગઈ છે.
ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે ભરેલા ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી દરમિયાન કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવાર શિલ્પાબા જયદેવસિંહ રાણાના કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલા મેન્ડેટમાં અટક રાણાને બદલે ગોહિલ હોવાથી ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ અમાન્ય કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણીએ ચૂંટણી તંત્ર સામે સ્પષ્ટ આક્ષેપો કરી જણાવ્યું હતું કે, ચૂંટણીની ગાઈડ લાઈનમાં તેના પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઉમેદવારના ફોર્મની ચકાસણીની જવાબદારી તંત્રની રહેશે. તેમ છતાં તંત્ર દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
ફોર્મ ભર્યા બાદ ચાર જગ્યાએ ચેક કરવામાં આવે છે. બપોરે 2 કલાકે પક્ષ દ્વારા મેન્ડેટ આપ્યા ત્યારે દરેક ઉમેદવારના નામ બોલતા ગયા અને તે પ્રમાણે અધિકારીને મેન્ડેટ આપ્યા અને તંત્ર દ્વારા ઓકે પણ કર્યા હતા. તદુપરાંત મેન્ડેટમાં અટકનું ખાનનું જ નથી. તેમજ ફોર્મની ચકાસણી ચાર સ્થળે થતી હતી તે પૈકી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું તે સ્થળ પર કોઈપણ જાતની વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવામાં આવી ન હતી. જે તંત્રની કિન્નાખોરી સ્પષ્ટ કરે છે. તેમ છતાં તંત્ર દ્વારા જે પ્રમાણે સોગંદનામા સહિતનું માગ્યું તે પણ આપ્યું હતું છતાં તંત્ર દ્વારા ઉમેદવારનું ફોર્મ રદ કરતા ચૂંટણી અધિકારી સામે આવતીકાલે હાઇકોર્ટમાં જવાનું કોંગ્રેસ પ્રમુખ વાઘાણીએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.