એજ્યુકેશન:નીટ અને જેઇઇની પરીક્ષા મોકૂફ રાખવા કોંગ્રેસનું આવેદન પત્ર

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી સપ્ટેમ્બર માસના આરંભથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઇઇ અને નીટની પરીક્ષા લેવાની છે તે હાલ તુરત કોરોનાની મહામારીને ધ્યાને લઇને મોકૂફ રાખવા ભાવનગર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. આ પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મુસાફરીના પ્રશ્નો સર્જાયા હોય આ પરીક્ષા હાલ તુરત ન લેવાય તેમાં વિદ્યાર્થીઓનું હિત છે તેમ જણાવાયું છે.

આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે આ પરીક્ષાઓ લેવામાં આવે તેમાં કોઇ વાંધો નથી પરંતુ હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓ મોટા શહેરોમાં આ પરીક્ષા દેવા જાય ત્યારે પરિવહન અને ત્યાં રહેવાનો પ્રશ્ન સર્જાય તેમ છે કારણ કે અત્યારે ચોતરફ કોરોનાની મહામારી છે. ઓફલાઈન લેવાનારી આ પરીક્ષા હાલ તુરત ન લેવાય તે માટે ભાવનગર કોંગ્રેસના પ્રકાશભાઇ વાઘાણી, ભરતભાઈ બુધેલીયા, ભરતભાઈ કોટીલા, નીતાબેન રાઠોડ, પારૂલબેન ત્રિવેદી સહિતના આગેવાનોએ કલેકટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...