તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા કૃષિ કાયદાનો વિરોધ:આજે ખેડૂતોના બંધના એલાનને કોંગ્રેસ અને કિસાન સભાનો ટેકો

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
 • વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવા ચેમ્બર દ્વારા અનુરોધ

કૃષિ ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા નવા કાનૂન લાવતા ખેડૂતો દ્વારા ભારત બંધના એલાનને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. બંધને સફળ બનાવવા કોંગ્રેસ દ્વારા કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્ય, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ સહિતનાને ઘોઘાગેટ ખાતે મંગળવારે સવારે 10 કલાકે હાજર રહેવા એલાન કરવામાં આવ્યું છે.જોકે, સ્થાનિક તંત્ર દ્વારા આ બંધના અવસરે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

આ ઉપરાંત ગુજરાત કિસાન સભા દ્વારા પણ ખેડૂતોને સમર્થન આપીને જણાવવામાં આવ્યું છે કે, જનતા સ્વયંભૂ ખરીદી કરવા ન આવે. તેમજ ખેડૂતો માલસામાન ન લાવે અને હીરાના કારીગરો પણ ખેડૂતોને સહકાર આપશે.સરકારે જે કાળો કાયદો પસાર કર્યો છે, તેનાથી સંગ્રહખોરીની છૂટ મળશે. દરમિયાનમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખે વેપારીઓને દુકાનો મંગળવારે ખુલ્લી રાખવા અનુરોધ ર્ક્યો છે.

આજથી ચાર કે તેનાથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ
તા.8ને મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા ચલાવાઇ રહેલા આંદોલનને વધુ ઉગ્ર બનાવી ભારત બંધનું એલાન અપાયું છે ત્યારે ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું હોય ધરણા, રેલી, સૂત્રોચ્ચાર થાય અને આથી ભાવનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી ચાર કે તેનાથી વધુ લોકોને કોઇ પણ સ્થળે એકઠા થવા પર તા.8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી કલેકટર ગૌરાંગ મકવાણાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તેના ભંગ બદલ ફોજદારી કેસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો