રિકવરીનો સપાટો:વેરો ભરપાઈ નહી કરતા 106 મિલકતોની જપ્તી

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલકત ધારકોએ ઉભા ઉભા રૂપિયા કાઢ્યા
  • કોર્પોરેશનની રિકવરી ટીમ દ્વારા માસ જપ્તી ઝુંબેશ શરૂ કરતા બે દિવસમાં રૂ.134 કરોડની આવક

ભાવનગર મહાનગરપાલિકાની મિલકત વેરાની રિકવરી ટીમે માસ જપ્તીના આજે બીજા દિવસે પણ 106 મિલકતોની જપ્તી કરી આજના દિવસે કુલ રૂ.43 લાખની આવક થવા પામી હતી.\n મહાનગરપાલિકાના કારપેટ એરિયા બેઇઝ કર પદ્ધતિ મુજબ કુલ 300 કરોડથી વધુ રકમનો વેરો બાકી છે ત્યારે કોર્પોરેશનના તમામ વિભાગોની 26 જેટલી ટીમો બનાવી તમામને અઠવાડિયાના ટાર્ગેટ આપી માસ જપ્તી ઝુંબેશ હાથ ધરી છે. આજે રિકવરી ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 106 મિલકતોની બાકી વેરા માટે જપ્તી કરવામાં આવી હતી.

પરંતુ તે પૈકી 64 મિલકત ધારકોએ સ્થળ પર અથવા ચેક દ્વારા રૂપિયા 26 લાખનો વેરો ભરપાઈ કર્યો હતો જેથી 64 મિલકતોના શિલ ખોલી નાખવામાં આવ્યા હતા. આજે સોમવારે દિવસ દરમિયાન કુલ રૂ. 43 લાખની કરવેરાની આવક થઇ હતી. ટીમ દ્વારા જપ્તીની કાર્યવાહી કડક બનાવતા વેરાના બાકીદારો પણ ફટાફટ વેરો ભરપાઇ કરવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...