શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા લુખ્ખા તત્વોના ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ચાલતી વિદ્યાધીશ વિદ્યાસંકુલમાં અગાઉ નારી ગામના જયુભા દરબાર વિદ્યાર્થીઓને લેવા મુકવા પોતાની રીક્ષા ચલાવતા હતા પરંતુ સ્કુલ મેનેજમેન્ટે આ નારીના રૂટ પર તેની રીક્ષાને બદલે સ્કુલ બસ મુકતા તેની દાઝ રાખી જયુભાએ આજે શાળાની બસ નારી ગામે મુકવામાં આવી ત્યારે બસ ઉભી રખાવી લોખંડની ટોમી વડે બસના તમામ કાચ તોડી નાખી બસને નુંકસાન કર્યાંની ફરિયાદ બસના ડ્રાઈવરે વરતેજ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં આજે રાતના 9.45 કલાકે હલુરિયા ચોકમાં આવેલી દિલિપભાઈ પાઉગાંઠિયાની નાસ્તાની લારીમાં એક શખ્સે આવી પૈસાની ઉઘરાણી કરી જેની લારી ધારક ચિરાગભાઈએ ના પાડતા હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ મામલે દિલીપભાઈના જણાવ્યા અનુસાર લાલા અરજણ સાટિયા દ્વારા દુકાને આવી રૂ. 1,000ની માંગણી કરી હતી પરંતુ ચિરાગભાઈએ તેની ના પાડતા માથામાં હુમલો કરતા ચિરાગભાઈને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.