સમસ્યા:મ્યુકોરમાયકોસીસનાં દર્દીઓને સર ટી.માં મોકલવા ખાનગી હોસ્પિટલોની મજબૂરી

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરમાં હાલ મ્યુકોરમાયકોસીસનાં 98 દર્દીઓ સારવારમાં

ગુજરાત સહિત ભાવનગરમાં પણ મ્યુકોરમાયકોસિસનાં કેસ વધી રહ્યા છે. હાલમાં સર.ટી. હોસ્પિટલ ખાતે 66 દર્દીઓ દાખલ છે જ્યારે 36 દર્દીઓ મ્યુકોરમાયકોસિસ માટે શંકાસ્પદ હાલતમાં છે. શહેર ની ખાનગી હૉસ્પિટલ માં 32 જેટલા દર્દીઓ દાખલ છે. આ તમામ દર્દીઓને રોજિંદા લાઇપોસોમલ એમ્ફોટેરેસીન બીનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન માટે સર.ટી. હોસ્પિટલને વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સ્વીકાર કરવામાં આવી રહ્યો નથી પરંતુ અત્યારે ઇન્જેક્શનની ઘણી અછત પડી રહી છે તેવું ખાનગી હોસ્પિટલ નાં ડોકટરો જણાવે છે.

સર.ટી. હોસ્પિ. તંત્રનાં જણાવ્યા અનુસાર અત્યારે તમામ દર્દીઓને આપી શકાય તેટલા ઇન્જેક્શન ઉપલબ્ધ છે. ઇન્જેક્શનની વહેંચણી માટે સર.ટી. ની સાઇટ પર રજીસ્ટર થયેલા દર્દીઓના વેરીફીકેશન બાદ તેમને ઇન્જેક્શન આપવામાં આવે છે. નિષ્ણાત ડોકટરોનાં જણાવ્યા અનુસાર સર્જીકલ દર્દીઓને ફરજીયાત ઇન્જેક્શન આપવા પડે છે. ખાનગી હોસ્પિટલનાં ડોકટરોનાં જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલનાં દર્દીઓને ઇન્જેક્શનનાં અભાવે સર.ટી. ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત આ ઇન્જેક્શન અત્યારે વેચાતું મળતું નથી કારણકે સરકારે એવી સિસ્ટમ રાખી નથી.

આઇ. એમ.એ ભાવનગરનાં પ્રેસિ. ડૉ. દર્શન શુક્લ નાં જણાવ્યા અનુસાર લાઇપોસોમલ એમપ્ફોટેરિસીન બી ઇન્જેક્શનનાં બે પ્રકાર હોય છે એક પ્રકારની કિંમત ખૂબ સસ્તી એટલેકે 300ની આસપાસ હોય છે. પરંતુ તે કિડની અને લીવર જેવા અંગો પર 50%થી વધુ અસર કરે છે. બીજા પ્રકારના ઇન્જેક્શનની કિંમત 6000ની આસપાસ છે જેમાં કિડની પર નહિવત અસર થાય છે. મોટાભાગનાં દર્દીઓ કિડનીને અસર કરે તેવું ઇન્જેક્શન લેવા તૈયાર હોતા નથી.

સર ટી. ખાતે પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શનનો જથ્થો
અત્યાર સુધીમાં કુલ 236 મ્યુકોરમાર્ઇકોસિસનો નાં દર્દીઓ નોંધાયા છે. સર.ટી. દ્વારા એક સિસ્ટમ જ ઘડી નાખવામાં આવી છે જેથી દરેક દર્દી માટે ઇન્જેક્શન આસાની થી મેળવી શકાય. અત્યારે સર.ટી. પાસે પૂરતી સંખ્યામાં ઇન્જેક્શન છે. ઇન્જેક્શન નો પૂરતા પ્રમાણ માં જથ્થો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. - ડો.જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધિક્ષક, સર ટી. હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...