એજ્યુકેશન:બોર્ડ દ્વારા લેવાયેલ ધો.10ની પુરક પરીક્ષાનું આજે સમાપન

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે વિજ્ઞાન અને ભાષાના પ્રશ્નપત્ર લેવાશે
  • ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂરી થઈ 1043 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહનું પુરક પરીક્ષામાં આજે સમગ્ર જિલ્લામાં કુલ 6610 પરીક્ષાર્થીઓ પૈકી 1043 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા એટલે કે સંખ્યા ના 15.78 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. હવે આવતીકાલ તારીખ 28 ઓગસ્ટને શુક્રવારે ધોરણ-10ના પ્રશ્નપત્ર પૂર્ણ થતાં પૂરક પરીક્ષાનું સમાપન થશે.

આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પુરક પરીક્ષાનું સમાપન થયું જેમાં સવારે ગુજરાતી પ્રથમ ભાષા નું પ્રશ્નપત્ર હતું જેમાં કુલ ત્રણ વિદ્યાર્થી પૈકી ત્રણેય હાજર હતા. બપોરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી અને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર હતા જેમાં કુલ 652 વિદ્યાર્થીઓ પૈકી 563 હાજર અને 89 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આજે ધોરણ 10માં મુખ્ય ગણાતા ગણિત વિષયનું પ્રશ્નપત્ર હતું જેમાં જિલ્લામાં કુલ 5,955 પૈકી 5,001 પરીક્ષાર્થી હાજર અને 954 ગેરહાજર નોંધાયા હતા તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું હતું.

હવે આવતીકાલ તારીખ 28 ઓગસ્ટ અને શુક્રવારે ધોરણ 10માં સવારે વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ બપોરે દ્વિતીય ભાષા ના પ્રશ્નપત્ર લેવાશે અને આ સાથે શુક્રવારે પૂરક પરીક્ષાનું સમાપન થશે.જોકે હજી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પુરક પરીક્ષા બાકી છે હાલ તેના ફોર્મ ભરવાની વિધિ ચાલી રહી છે. અને બાદમાં પરીક્ષા જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...