તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા વણી ખાતે પાર્શ્વાભ્યુદય તીર્થમાં મહાતપસ્વીની લક્ષ્મીદેવી પૂનમચંદ ડાગાના 180 ઉપવાસ તપની મંગલ પૂર્ણાહુતી નિમિતે આગામી 30-31 ડિસેમ્બરના વિશિષ્ટ આયોજન છે. તપાગચ્છાધિરાજ આચાર્ય મીમદ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજના ગચ્છનાયક આચાર્ય વિજય પુણ્યપાલસૂરિ, આચાર્ય મુકિતપ્રભસૂરિજી, આચાર્ય કીર્તીયશસૂરિશ્વરજી, આચાર્ય શ્રેયાંસપ્રભસૂરિશ્વરજીની પાવન નિશ્રામાં આયોજન કરાશે. આ પાવન પ્રસંગના પ્રથમ દિવસે તા.30 ડિસેમ્બરના શ્રી વર્ધમાન શક્રસ્તવ અભિષેક કરવામાં આવશે. તા.31 ડિસેમ્બર ગુરૂવારના સવારે 6-30 કલાકે સમુહ દર્શન, સવારે 7 કલાકે માંગલિક પ્રવચન-પચ્ચખાણ પ્રદાન જયારે સવારે 8 કલાકે તપની પૂર્ણાહૂતિના પારણા કરવામાં આવશે.
લક્ષ્મીદેવી પૂનમચંદ ડાગાએ એક તપસ્વી ધર્મ આરાધક છે. જેમને બાળપણથી જ ધર્મમાં રૂચિ હતી. તેઓ ધણા વર્ષથી ભીષ્મ તપ, વીસ સ્થાનકતપ, વર્ષીતપ અઠ્ઠમથી એક વાર, વર્ષીતપ છઠ્ઠથી બે વાર, વર્ષીતપ ઉપવાસથી બે વખત કર્યા છે. અને અનેક મહાતપ પણ સરળતાથી કર્યા છે. વિક્રમ સંવત 2076ના અષાઢ સુદ 14 ના તેઓએ મુંબઇમાં ભુલેશ્વર, શેઠ મોતીશા લાલબાગ જૈન સંઘના આંગણેથી 180 ઉપવાસ તપનો મંગલ પ્રારંભ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી નડી રહેલી શારીરિક અશકિતનુ વિધ્ન પણ તેમના તપને અટકાવી શકયુ નહોતુ.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.