તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ભાવનગર-અમદાવાદ ફોર ટ્રેક રોડ સત્વરે પૂર્ણ કરો : ચેમ્બર

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર-અમદાવાદ વચ્ચેનો સડકમાર્ગ ફોર ટ્રેક કરવા માટેની કામગીરી કોલ્ડ બોક્સમાં ધકેાલાઇ ગઇ હોવાથી મુખ્યમમંત્રી, નાયબ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યા છે. ભાવનગરથી બાવળીયાળી સુધીનો રસ્તો 4 ટ્રેક બની ગયો છે, પિપળીથી ફેદરા, બગોદરા, અમદાવાદનો રસ્તો 4 ટ્રેક છે. પરંતુ બાવળીયાળીથી પિપળી વચ્ચેનો 40 કિ.મી.નો રસ્તો 4 ટ્રેક બનાવવા માટેની યોજના લાંબા સમયથી પડતર છે.

આ 40 કિ.મી.નો રસ્તો નેશનલ હાઇ-વે ઓથોરિટીને સોંપી દેવામાં આવતા આ કામ અટકી પડ્યુ હોવાની બાબતનો ઉલ્લેખ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પત્રમાં કરી અને ધોલેરા સરના ટાઉન પ્લાનિંગ મુજબ ક્યારે રસ્તો થાય તે નક્કી નથી. ભાવનગર - અમદાવાદના હયાત રસ્તાની બંને તરફ સ્ટેટ હાઇ-વે દ્વારા જમીન સંપાદિત થઇ ચૂકેલી છે, આ જમીનોનો કબજો સરકાર હસ્તક છે. તેથી વહેલી તકે 40 કિ.મી.નો રસ્તો 4 માર્ગીય કરી અને ભયજનક વળાંકો, અકસ્માતોથી લોકોની જીંદગી બચાવી શકાય તેમ છે. ધોલેરા સરના વિકાસ કરવા માટે પણ આ રસ્તો મુખ્ય છે, તેને પણ ધ્યાનમાં રાખી અને સત્વરે કામ પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો