કાર્યવાહી:અન્ય ડોક્ટરની ડિગ્રી પર હોસ્પિટલ ચલાવનારા સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં અન્ય ડોક્ટરના નામનો ઉપયોગ કરી હોસ્પિટલ ચલાવવામાં આવતી હોવાની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શહેરના ફુલસર ગૌતમનગરમાં રહેતા બટુકલાલ હિંમતલાલ ઠાકરે બોરતળાવ પોલીસ મથકમાં અભય ખાંભલીયા અને ગોવિંદ પટેલ (રહે. ગૌતમનગર, ભાવનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત બંન્ને ડોક્ટર છેલ્લા બે વર્ષથી ગૌતમનગરમાં ક્રિષ્ના જનરલ હોસ્પિટલ અન્ય ડિગ્રીવાળા ડો. ખુશાલી શુક્લા (એંમ.બી.બી.એસ) અને ડો. ગોપાલસિંહ પરમાર જે કોઈ દિવસ હોસ્પિટલમાં આવતા નથી તેમના નામનો ઉપયોગ કરી હોસ્પિટલ ચલાવી રહ્યાં છે. આ અંગે બોરતળાવ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.