તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:શહેરમાં રિક્ષાચાલક સાથે કાર અથડાવી ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સથ.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ભાવનગર શહેરની યુનિવર્સિટી રોડપર આઈટીઆઈ પાસે રહેતાં એક આધેડ સાથે ચાર શખ્સોએ કાર અથડાવી હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં તેણે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર આઈટીઆઈ કોલેજ નજીક પેડેક મા રહેતા અલારખ ગુલાભાઈ પઠાણ ઉ.વ.55 એ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરિફ ઉમર સંધિ તેનો સાળો તથા તેની સાથે રહેલ બે અજાણ્યા શખ્સો મળી કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ગઈ કાલે તેઓ તેના ઘર પાસે આવેલ મસ્જિદ માં નમાઝ અદા કરવા જઈ રહ્યાં હતાં તે વેળા ચારેય શખ્સો કાર નં જી-જે-20-એ-1666 માં આવી કોઈ પણ કારણ વિના કાર અલારખા સાથે અથડાવી ગાળો આપી પાઈપ-ટોમી જેવાં હથિયારો વડે હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ તરફ ઘવાયેલ આધેડને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં પોલીસ સમક્ષ આરીફ ઉમર સંધિ સહિત ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...