ફરિયાદ:મહિલા કંડક્ટ સાથે ગેરવર્તણુંક કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણા ST ડેપોમાં પાંચ દી' પહેલાનો બનાવ
  • પાલિતાણા એસ.ટી. ડેપોના ઈન્ચાર્જ દ્વારા પાર્કિંગ અને કેન્ટીનના કોન્ટ્રેક્ટર સામે ફરજ રૂકાવટની રાવ

પાલિતાણા એસટી ડેપોના ટુટુ રૂમમાં એક શખ્સ મહિલા કંડક્ટરને બેફામ અપશબ્દો કહી તમાચો ઝીંકતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ સફા‌ળ‌ા જાગેલા પાલિતાણા એસટી તંત્રના અધિકારીઓ દોડતા થયાં હતા અને એસટીની ઈન્ટરનલ સિક્યોરિટીની પ્રાથમિક તપાસ તથા ડેપોના કર્મચારીઓના નિવેદનો લીધાં હતા અને મહિલા આયોગની ટીમે પણ પાલિતાણાની મુલાકાત લીધી હતી.

બનાવના પાંચ દિવસ બાદ આજે પાલિતાણા એસટી ડેપોમાં ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ લક્ષ્મણભાઈ જોટાણાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં રૂષિરાજ યજુવેન્દ્રસિંહ સરવૈયા (રહે. વૃદાંવન સોસાયટી, પાલિતાણા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 27/10ના રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં પાલિતાણા એસટી ડેપોને ટીટુ રૂમમાં પ્રવેશી મહિલા બસ કંડક્ટરની ફરજમાં રૂકાવટ કરી, અપશબ્દો કહી માર માર્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળ‌ની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો પ્રમાણે આરોપી પાલિતાણા એસટી ડેપોમાં કેન્ટિન અને પાર્કિંગનો કોન્ટ્રેક્ટ ધરાવે છે. જ્યારે બીજી તરફ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...