નજીવી બાબતે હુમલો:મહુવા તાલુકાના ચૂંણા ગામે દુકાનદાર પર ધારીયા વડે હિચકારો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઈજાગ્રસ્ત યુવાને આરોપી વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ચૂંણા ગામે એક દુકાનદાર યુવાને સામાન્ય બાબતે આજ ગામનાં યુવાનને ઠપકો આપ્યો હતો. જેથી આ ઠપકાની દાઝ રાખી આરોપી શખ્સે દુકાનદાર પર ધારિયા વડે હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ઈજાગ્રસ્ત યુવાને આરોપી વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના અને બગદાણા પોલીસ મથક હેઠળના ચૂંણા ગામે રહેતો અને ગામમાં જ પાન-માવાની દુકાન ધરાવતો મનહર ઉર્ફે ભયલુ દુદા ગોહિલની દુકાન સામે બેસવાના બાંકડા આજ ગામના અશોક મેઘા જાદવે તોડી તેના ટૂકડા મનહરની દુકાન સામે ફેંકતા મનહર ઉર્ફે ભયલુ એ આરોપી અશોકને ટપારી ઠપકો આપ્યો હતો. આ વાતથી ગીન્નાયેલા અશોકે મનહર સાથે બોલાચાલી કરી બિભત્સ ગાળો આપી ધારીયુ લઈ મારવા દોડતાં મનહરે ડાબો હાથ આગળ ધરી દેતાં આંગળીઓના ભાગે મૂંઢ ઈજા પહોંચી હતી.

આ ઝઘડા દરમિયાન મનહરનો ભત્રીજો આવી જતાં આરોપી અશોક જતાં જતાં ધમકી આપી હતી કે, આજે તો જીવતો છોડી દીધો હવે પછી જીવતો નહીં છોડું તેમ જણાવી જતો રહ્યો હતો. આ અંગે મનહરે અશોક વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...