તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વિઠ્ઠલવાડીના રહેણાંકી મકાનમાંથી ચોરીની ફરિયાદ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા ચોરો દ્વારા પાંચ મોબાઈલ સહિત કુલ રૂ. 53,000ના મુદ્દામાલની ચોરી થઈ

શહેરના વિઠ્ઠલવાડીના એક રહેણાંકી મકાનમાંથી ગત મોડી રાત્રીના એક વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાંચ મોબાઈલ સહિત કુલ રૂ.53,000ના મુદ્દામાલની ચોરી થયા અંગેની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાઈ હતી.

જુની વિઠ્ઠલવાડી પેટ્રોલપંપ પાછળ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રવિરાજભાઈ લક્ષ્મણભાઈ મકવાણાએ નિલમબાગ પોલીસ મથકમાં કોઈ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના એક વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરનો મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી બે મોબાઈલ ફોન, સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. 25,000 તથા તેમના મકાનમાં ભાડે રહેતા રૂદ્રગીરી ગૌસ્વામીના રૂમમાંથી ત્રણ મોબાઈલ અને રોકડા રૂ. 28,000 મળી કુલ રૂ.53,000ના મુદ્દામાલની ચોરી કરેલી છે. આ મામલે નિલમબાગ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...