તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મહિલા પોલીસ કર્મી સાથે અસભ્ય વર્તનની ફરિયાદ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સણોદર ગામે મહિલા પોલીસની ફરજમાં રૂકાવટ
  • અમરાભાઈ બોરીચાના ઘરે પોલીસ ફરજ પર રહેલી મહિલા કોન્સ્ટેબલે ફરજમાં રૂકાવટ ફરિયાદ નોંધાવી

ઘોઘાના સણોદર ગામે પોલીસ પ્રોટેક્શન માટે ફરજમાં રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરી, હાથ પકડી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ ઘોઘા પોલીસમાં નોંધાઈ છે.

સણોદર ગામે અમરાભાઈ બોરીચાના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે જેમાં મંગળવારે આ પોલીસ પ્રોટેક્શન માટે ફરજ પરના મહિલા પોલીસ કોન્સ્ટેબલની મહેશ અમરાભાઈ બોરીચાએ મહિલા પોલીસ સાથે અસભ્ય વર્તન કરી હાથ પકડી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની ફરજમાં રૂકાવટ કરી હતી.

આ મામલે મહિલા પોલીસ કર્મચારીએ ઉક્ત મહેશ બોરીચા વિરૂદ્ધ ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ઘોઘા પોલીસે મહેશ બોરીચા સામે ફરિયાદ નોંધી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...