ભાવનગરમાં સગીરનું બીજીવાર અપહરણ:કિન્નરોની ટોળકીએ છોકરાને ભોળવીને અપહરણ કર્યું, પૈસાની લાલચ આપી યુવતીના કપડાં-ઘરેણાં પહેરાવી ભીખ મગાવે છે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે વર્ષ બાદ ફરી સગીરનું અપહરણ કર્યું

બે વર્ષ પૂર્વે કુંભારવાડાના સગીરનું કિન્નરો દ્વારા પૈસાની લાલચ આપ અપહરણ કરાયું હતું જે બાદ ફરી એ જ સગીરનું અપહરણ કરવામાં આવતા સગીરના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ગઈ તા. 24/11/2019ના રોજ કુંભારવાડાના એક સગીર વયના યુવકનું કિન્નરો દ્વારા અપહરણ કરાયાની ફરિયાદ બાદ 1 મહિનો અને 7 દિવસ બાદ સગીર ઘરે પરત ફર્યો હતો. એ જ સગીરનું ફરી કિન્નરો દ્વારા અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે.

બે વર્ષ પહેલાં પણ અપહરણ કર્યું હતું
યુવકના પિતાએ બોરતળાવ પોલીસ મથકમાં શકદાર રોહિત કોળી નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત 17/12ના રોજ વહેલી સવારે તેમનો દિકરો ઘરેથી મિત્રો સાથે દોડવા જવાનું કહીને ગયા બાદ પરત ફર્યો નહોતો. અગાઉ 24/11/2019ના રોજ તેમનો દિકરો રોહિત કોળી નામના છોકરા સાથે કિન્નરો સાથે મહેસાણા રહેવા જતો રહેલો હતો જેની બોરતળાવ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ શખ્સે ફરી તેમના દિકરાને પૈસા કમાવવાની લાલચ આપી ભોળવી ફરી અપહરણ કરી લઈ ગયો હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધાવી છે.

અગાઉ સગીરનું અપહરણ કરી મહેસાણા લઈ ગયા હતા અને ત્યાં 1 મહિનો અને 7 દિવસ રાખ્યો હતો. જેથી પોલીસે મહેસાણા તરફ તપાસ કરતા કુંભારવાડા વિસ્તારનો સગીર યુવક તથા આરોપી રોહિતને મહેસાણા ખાતેથી ઝડપાઈ ગયા છે. જેને આજે ભાવનગર લાવવામાં આવશે.

બે વર્ષ બાદ ફરી આ જ બનાવ બન્યો
યુવકના પરિવારજનોના જણાવ્યા અનુસાર રોહિત નામનો આ શખ્સ નાની ઉમરના છોકરાઓને પૈસા કમાવવાની લાલચ આપી લઈ જાય છે અને તેમના કાન-નાક વિંધી મહિલાઓના પોશાક પહેરાવી તેમની પાસે લગ્નમાં તેમજ જાહેર સ્થળો પર ભીખ મંગાવવામાં આવે છે. બે વર્ષ પહેલા તેમના દિકરાને આ લોકો મહેસાણા લઈ ગયા હતા. પરંતુ પોલીસ ફરિયાદ થતાં અને સોશિયલ મીડિયામાં તેની વિગતો આવતા તે લોકો તેને પરત અહીં પૈસા આપી મુકી ગયા હતા. જે બાદ આજે ફરી તેને લઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...