તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ચોરીના ગુન્હાઅો સબબ બાવરી ગેંગ વિરૂધ્ધ ગેંગ કેસની ફરિયાદ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સોની વેપારીની પણ અટકાયત કરવામા અાવેલ
  • ગેંગના 4 સભ્યોઅે મળી કુલ-22 ચોરીમાં ગયેલ રૂ. 11 લાખનો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ

ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં થતાં મિલ્કત સંબંધી ગુન્હાઅો શોધવા માટે તેમજ ઘરફોડ ચોરીઅોનાં ગુન્હાઅોમાં પકડાયેલ ગેંગના સરદાર અને તેના સાગરીતો વિરૂધ્ધ ગેંગ કેસનાં ગુન્હાઅો દાખલ કરાવવા માટે ભાવનગર લોકલ ક્રાઇંમ બ્રાન્ચના પી.અાઇ. વી.વી. અોડેદરાને ભાવનગર રેન્જ ડીઅાઇજીપી તથા ભાવનગર અેસ.પી.અે સુચના અાપતા તેઅોઅે સરદારની બાવરી ગેંગ વિરુધ્ધ ડી.ડીવીઝન પોલીસમાં ગેંગ કેસની ફરિયાદ દાખલ કરાવી છે.

ભાવનગર અેલ.સી.બી અે ગત અોકટોબર મહીનામાં બાવરી ગેંગ ના રામસીંગ અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી, શ્યામસીંગ અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી, જયોતિકોર અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી (રહે. તમામ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી) તથા પ્રતાપસીંગ ઉર્ફે કોનુસીંગ મનજીતસીંગ પુજારીસીંગ દુદાણી (રહે. વડોદરા) વાળાઅોઅે મળીને ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કરેલ કુલ-22 ચોરીઅોમાં ગયેલ સોના-ચાંદી,રોકડ, વાહનો, ચોરીના ઉપયોગમા લીધેલા હથિયારો મળી કુલ રુ.11 લાખ જેટલી રકમનો મુદામાલ કબ્જે કર્યો હતો.

અા ઘરફોડ ચોરીઅોના ગુન્હાઅોમા ચોરી કરેલ સોના-ચાંદીના મુદામાલ ખરીદ કરનાર ભાવનગરના બે સોની વેપારીઅોની પણ ધરપકડ કરવામાં અાવી હતી.અલગ-અલગ ગુન્હાઅોમાં સંડોવાયેલ બાવરી ગેંગના તમામ સભ્યો હાલ ભાવનગર જેલમાં છે.અા ગેંગના સભ્યો દિવસે કોઇ પણ બહાને સોસાયટીઅોમા| જઇ બ|ધ મકાનોને ટારગેટ બનાવી રાત્રીના મકાનના દરવાજા/તિજોરીના તાળા તથા નકુચા તોડી ઘરફોડ ચોરીઅો કરવાની ટેવાળા છે.

ઉપરોકત ચારેય ગેંગના સભ્યો વિરુધ્ધ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.અાઇ.વી.વી.અોડેદરાઅે જાતે ફરિયાદી બની બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગેંગ કેસ નો ગુન્હો નોંધાવેલ છે. અત્રે નોંધનીય જે તે વખતે બાવરી ગેંગે અનેક સ્થળોએ ઉપરાઉપરી ચોરીઓ કરી હાહાકાર મચાવી દીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો