તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માય મની સોલ્યુશન નામની ભાગીદારી પેઢી જેની મુખ્ય ઓફિસ ઇવા-1,આતાભાઇ ચોક પાસે આવેલ છે. અને તેની બ્રાન્ચ સુરભી મોલ,વાઘાવાડી રોડ પર આવેલ છે. આ પેઢીએ ઉ઼ચુ વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરી રોકાણકારોને એજન્ટો મારફત કરોડો રુપીયાનુ રોકાણ કરાવેલ. અને બાદમા પાકતી મુદતે રકમ પરત ન કરી ઓફિસો બંધ કરી પેઢીના ભાગીદારી ભુર્ગમા .તરી જતા રોકાણકારોના કરોડો રુપીયા ફસાય જવા પામ્યા છે. જે અંગે તેઓએ ભાવનગર જીલ્લા કલેકટર તેમજ ભાવનગર જિલ્લા પોલીસ અધીકારીને લેખીતમા રજુઆત કરી પેઢીના ભાગીદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધવા જણાવાયું છે.
શહેરના આતાભાઇ રોડ પર આવેલ ઇવા-1મા બીજામાળે માય મની સોલ્યુશન નામની ભાગીદારી પેઢી આશરે ચારેક વર્ષ્ પહેલા ખોલવામા આવી હતી. જેના ભાગીદારો ઇન્દ્રજીતસિંહ સુરપાલસિંહ ગોહિલ (બંટીભાઇ-લક્ષ્મી ટ્રાવેલ્સ,રહે વિજયરાજનગર) તથા ચિરાગ વસંતરાય મહેતા ( રહે. સુમેરૂ ટાઉનશીપ,ઘોઘારોડ) તથા ચિરાગ ઉર્ફે આકાશભાઇ કનૈયાલાલ ત્રિવેદી ( રહે. દેસાઇનગર)વાળાઓએ સંયુકત રીતે આશરે 4 વર્ષ્ પહેલા માય મની સોલ્યુશન નામની પેઢી ચાલુ કરી હતી.અને રોકાણકારો પાસેથી રકમ લઇ ફિકસ વળતર આપવામા આવતુ.અને મુળ રકમનું તેઓ શેર-માર્કેટ તથા અન્ય ધંધામાં રોકાણ કરતા હતા.અને તેનુ ફીકસ વળતર આપવામા આવતુ હતુ.જે છેલ્લા ચાર મહીનાથી આપવામા આવેલ નથી.
ઉપરોકત ત્રણેય શખ્સોએ આખા ગુજરાતમાથી આશરે 800 કરોડથી વધારે રકમ ફિકસ વળતરના નામે રોકાણ કરાવેલ.ઉપરોકત ત્રણ પૈકી ઇન્દ્રજીતસિંહ સુરપાલસિંહ ગોહિલ( બંટીભાઇ)નું તાજેતરમા અવસાન થયેલ છે. અને હાલ બીજા ભાગીદાર સંચાલન કરે છે. પેઢી દ્વારા વારંવાર ભરોસો આપવામાં આવતો કે આપ સર્વે રોકાણકારોની મુડી સુરક્ષિત છે.જેનો સરકયુલર પણ તમામને મોબાઇલ દ્વારા મોલેલ.અમુક માસીક રોકાણકર્તાઓને ચેકો આપેલ હતા.જો કે હાલ પેઢીના સંચાલકો ભાવનગર છોડીને ભાગી ગયા છે.અને તમામ રોકણકર્તાઓ સાથે છેતરપીંડી વિશ્વાઘાત થયેલ છે.
જેથી ઉપોરકત પેઢીના ભાગીદારો-સંચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ વિરુધ્ધ છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવા 50 થી વધુ રોકાણકારોએ પોતાના નામ નંબર સહીઓ કરી જીલ્લા કલેકટર તથા ભાવનગર જીલ્લા પોલીસ વડાને લેખીતમા જાણ કરી ફરિયાદ નોંધવા જણાવેલ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.