તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા તબીબને મારમાર્યાની ફરિયાદ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં હાલ લોકડાઉન ચાલતુ હોય કાળાનાળા વિસ્તારમાં રહેતા એક તબીબે તેના ઘર પાસે કારણ વગર ઉભા રહેલ ઇસમને ઉભા રહેવાની ના પાડતા બન્ને ઇસમોએ લોખંડના પાઇપ વડે તબીબને મારમાર્યો હોવાની અને બાદમાં બીજા 3 શખ્સોએ તેને ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. શહેરમાં કાળાનાળા પાસે રહેતા અને ગઢેશી વડલા પાસે પ્રાઇવેટ ક્લીનીક  ચલાવતા ડો.હિતેશભાઇ ધનસુખભાઇ ગોહિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે જગુ ઉર્ફે જગદીશ બાંભણીયા, તથા દિનુ ઉર્ફે દિનેશ બાંભણીયા ફરિયાદીના ઘરની બહાર ઉભા રહેતા હોય ફરિયાદીએ તેને ના પાડી હતી બાદમાં બીજે દિવસે ફરિ વખત તે બન્ને ઇસમો ફરિયાદીના ઘર પાસે ઉભા હોય ફરિયાદીએ તેને ઉભા રહેવાનુ કારણ પુછતા બન્ને ઇસમે  ઉશ્કેરાઇને લોખંડના પાઇપ વડે મોઢા પર તથા લાકડાના ઘોકા વડે મારમારી ગંભીર ઇજા પહોંચાડી બાદમાં અન્ય 3 શખ્સોએ ગાળો આપસી મારી નાખવાની ધમકી આપી હતી.  એ ડીવીઝન પોલીસે પાંચેય ઇમસ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો