ગાઈડલાઈનનો ભંગ:ભાવનગરના હાદાનગરમાં જાહેરનામાનો ભંગ કરી મકરસંક્રાંતિની ઉજવણી કરી રહેલા છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ડી-ડીવીઝન પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં મહામારી સંદર્ભે લાગું જાહેરનામાનો ભંગ કરી મકરસંક્રાંતિની ઉજવણી કરી રહેલા છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ડી-ડીવીઝન પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

મકરસંક્રાંતિ પર્વને લઈને જાહેર સુરક્ષા-વ્યવસ્થા અકબંધ રાખવા શહેરના ડી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતો. આ દરમિયાન પીસીઆર વાનના જવાનોને બાતમી મળી હતી કે હાદાનગર વિસ્તારમાં આવેલી સરકારી શાળાની અગાશીમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠાં થયા છે અને આ યુવાનોએ માસ્ક કે સોશ્યિલ ડીસ્ટન્સ પણ રાખ્યું નથી.

સરકારી શાળાની અગાશીમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠાં થઈ બૂમ બરાડા પાડી માસ્ક- સોશ્યિલ ડીસ્ટન્સનો ભંગ કરતાં જણાયા હતા. આથી પોલીસે સ્થળપરથી 6 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં જયદીપ મહેશ ગોહેલ ઉ.વ 21 રે.હાદાનગર, નિકુંજ લાલજી મકવાણા ઉ.વ 21 રે.સોનગઢ, આસિફ ગફાર પરમાર ઉ.વ 24 રે હાદાનગર, ભાર્ગવ પ્રવિણ મકવાણા ઉ.વ.22 રે. સોનગઢ, આસિફ હનીફ શાહ ઉ.વ.25 રે.હાદાનગર અને જતીન બુધા મકવાણા ઉ.વ.20 રે.સોનગઢ વાળાઓની આઈપીસી કલમ 269,270 તથા 188 મુજબ ધરપકડ કરી ગુનો નોંધી તમામ શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...