અંધશ્રધ્ધા:સીદસર ગામે દાણા જોઈને મહિલાને જ્ઞાતિ બહાર કાઢી મુકવાનું નક્કી કરનારા સામે ફરિયાદ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાજીના માંડવામાં દાણા જોઈને સમાજ નિકાલ કરવાનું નક્કી કર્યું હતું, ઠપકો આપતા માર માર્યો

સીદસર ગામે માતાજીના માંડવામાં દાણા જોઈને મહિલાને જ્ઞાતિ બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેનો મહિલાએ પ્રતિકાર કરતા બે ઈસમો દ્વારા તેને માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે વરતેજ પોલીસ મથકમાં બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

સીદસર પચ્ચીસ વારિયામાં રહેતા શોભાબેન મુકેશભાઈ વાઘેલાએ વરતેજ પોલીસ મથકમાં વિધા બકુલભાઈ તથા સુરા રૂપાભાઈ (બંન્ને રહે. સિદસર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નણંદ સનીબેન વિક્રમભાઈ પરમારને ત્યાં માતાજીનો માંડવો હોય જેમાં ઉક્ત લોકોએ દાણા જોઈ તેમના નણંદ સનીબેનને જ્ઞાતિ બહાર કાઢી મુકવાની વાત કરેલ હોય અને સમાજમાંથી કાઢી મુકવાનું નક્કી કર્યું હોય જેથી તેમના નણંદે આ નિર્ણયનો વિરોધ કરી આ સામેવાળા લોકોને ઠપકો આપ્યો હતો.

જેની ઉક્ત લોકોએ દાઝ રાખી તેમના અને તેમના નણંદ સનીબેનને અપશબ્દો કહી ધોકા-પાઈપ વડે મુંઢ ઈજા કરી હતી. આ અંગે વરતેજ પોલીસે ઉક્ત બંન્ને લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...