ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણી ધીરૂભાઈ કરમટીયાએ મુખ્ય ચુંટણી અધિકારી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવીને ભાવનગરની મેડીકલ કોલેજના ડીન દ્વારા ચુંટણી લક્ષી જાહેરાત કરવા સામે સખ્ત વાંધો ઉઠાવી એક અધિકારી માટે આ યોગ્ય નથી અને વહીવટી આચાર સહીતાના ભંગ સમાન છે તેમ જણાવી યોગ્ય પગલા ભરવા પત્ર પાઠવી રજુઆત કરી છે.
ધીરૂભાઈએ મુખ્ય ચુંટણી અધિકારી તેમજ રાજ્યના મુખ્ય સચીવ, આરોગ્ય સચીવ અને કલેકટરને પત્ર પાઠવીને જણાવ્યુ છે કે, ભાવનગર મેડીકલ કોલેજના ડીન દ્વારા લોક સભાની ચુંટણી પહેલા સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની કાર્યવાહી પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરાઈ છે. પરંતુ લોકસભાની ચુંટણી પહેલા ચોક્કસ કામ થઈ જશે.
તે પ્રકારની જાહેરાત કોઈ રાજકીય હોદેદાર કરે કે મંત્રી કરે તે સમજાય પરંતુ એક અધિકારી કરે તે આશ્ચર્ય જનક છે અને અજુગતુ પણ છે અને મેડીકલ કોલેજના ડીને અધિકારી તરીકે પ્રોટોકોલ અને નિષ્પક્ષતા જણાવવાને બદલે ચોક્કસ રાજકીય પક્ષને ફાયદો કરાવવાના હેતુથી જાહેરાત કરી છે જે નીતિ-નિયમોને અને આચારસહિતા જે અધિકારીએ પાળવાની હોય છે તેનો ભંગ છે એવી જાહેરાત કરનાર અધિકારી સામે પગલા ભરવાની માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.