તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:DYSP તરીકેની ઓળખ આપી રેલ્વે મહીલા પો.કર્મી.સાથે સગાઇ કરનાર વિરૂદ્ધ ફરિયાદ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમા નકલી ડીવાયએસપી સાબીત થતા મહિલાએ સગાઇ તોડી નાખતા આરોપીએ તેને અશ્લીલ મેસેજ કર્યા હતા

ભાવનગર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સ્નેહલબેન જયસિંહભાઇ કાતરીયાએ આરોપી દીનેશ લક્ષ્મણભાઇ મહેરીયા (રહે. ખારવા, તા.વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર ) વાળાએ પોતે પોલીસ ખાતામાં ડીવાયએસપી હોય તેવા ખોટા દસ્તાવેજ બનાવી ફરિયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદે ખોટુ જણાવીને ફરિયાદી સાથે ગત માર્ચ-એપ્રીલ-2019 ના ઓળખાણ આપી ફરિયાદી સાથે જ્ઞાતીના રીત રીવાજ મુજબ તા.21/5/2019નાં રોજ સગાઇ થયેલી.

પરંતુ આરોપી નકલી ડીવાયએસપી માં અમદાવાદ ખાતે પકડાઇ જતાં જેની ફરિયાદીને જાણ થતા જ્ઞાતીની હાજરીમા ફરિયાદી પક્ષ્ તરફથી તા. 21/6/2019 ના રોજ સગાઇ તોડી નાખવામાં આવેલ.જેથી તા.21/6/2019 જી આજદિન સુધી ફરિયાદી ફરજ પર હોય કે ન હોય ગમે ત્યાંરે આરોપી જાણી બુઝીને ફરિયાદી તથા તેના પરિવારને તથા સહ કર્મચારીઓને હેરાન પરેશાન કરવાના ઇરાદે તેમજ ફરિયાદી સ્ત્રી હોય તેની આબરૂ લેવાના ઇરાદે અને અપ્રમાણીક ઇરાદાથી પૈસા પડાવવાના ઇરાદે તેમજ ફરિયાદીની પ્રતીષ્ઠાને બદનામ/હાની પહો઼ચાડવાના ઇરાદે મોબાઇલ પર અશ્લીલ ચેષ્ઠા ભર્યા મેસેજ જે ફરિયાદીએ કરેલ ન હોય તેવા મેસેજ ફરિયાદીના નામે પોતે પોતાના જાતે શબ્દો લખી પ્રસિધ્ધ કરી ફરિ.તથા તેને મદદ કરતા સહ કર્મચારીઓને હેરાન પરેશાન કરવા અવાર નવાર આરટીઆઇ મુજબ અંગત માહીતી માગી ફરિયાદી તથા તેને મદદ કરતા સહ કરમચારીઓ વિરૂધ્ધ તેઓના ઉપરી અધીકારીઓને ખોટી રજુઆતો કરી અવાર નવાર ફરિયાદી તથા પોલીસ સ્ટેશનના સરકારી ફોન પર ફરિયાદીને મારી નાખવાની ધમકી આપ્યાની રેલ્વે પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...