તળાજા પંચશીલ સોસા.માં ભાગીદારીથી ખરીદેલ પ્લોટમાં કપચી મુકવા બાબતે થયેલ ઝઘડાએ ઉગ્રરૂપ લઈ લેતા બે કૌટુંબિક ભાઈઓ ઘાતક હથિયારો સાથે સામસામે આવી જઈ ખુની ખેલ ખેલાયો હતો જેમાં એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી જ્યારે અન્ય ઈજાગ્ર્સ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં તળાજા પોલીસ મથકમાં સાત સામે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બાકીના આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.
તળાજા સરતાનપર રોડ પર આવેલ પંચશીલ સોસાયટીમાં રહેતા ફિરોજભાઈ હબીબભાઈ કુરેશીએ મહેબુબ સાથે ભાગીદારીમાં એક પ્લોટ ખરીદયો હતો બાદ પ્લોટના એ-બી ભાગ પણ કરી નાખ્યા હતા. ત્યારબાદ ફિરોજભાઈએ પોતાના પ્લોટમાં બાંધકામ શરૂ કર્યું હતું. અને મહેબુબના પ્લોટમાં સળીયા કપચી નાખવા બાબતે ઝઘડો થતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા.
જોતજોતામાં એકબીજા પર ઘાતક હથિયારોથી હુમલો કરાતા ચારેક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જેમાં રૂસ્તમભાઈ નુરભાઈ કુરેશી (ઉં.વ.28)નું મોત નિપજ્યું હતું. જે બાબતે મહેબુબ બાપલભાઈ, અયુબ બાપલભાઈ, રઝાક બાપલભાઈ, સાહીલ મહેબુબભાઈ, સાદીક મહેબુબભાઈ, જાવેદ અને સમીર સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બાકીના ફરાર આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.