તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જીઓ નેટવર્કના કેબલો કાપી નાખનાર ઈસમો સામે ફરિયાદ, 216 ટાવરો બંધ થતા નેટવર્ક કલાકો સુધી ઠપ

ભાવનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર ખાતે જુદા જુદા વિસ્તારમાં જમીનમાં નાખેલ રિલાયન્સ જીઓ નેટવર્કના કેબલ વાયરો કેટલીક જગ્યાએથી કોઈ અજાણ્યા ઈસમોએ કાપી નાખતા કેટલીક કલાકો સુધી જીઓનું નેટવર્ક ખોરવાઈ ગયું હતું જે અંગે કંપનીના ગુજરાત ખાતેના મેનેજરએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રિલાયન્સ જીઓ કંપનીની મુખ્ય કોન્ટ્રાક્ટર કંપની પ્રતાપ ટેકનો ફ્રેટસ પ્રાઈવેટ લી.ના એસ્ટેટ મેનેજર ઉમેદસિંહ ગોહિલએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઈસમોએ શહેરના આખલોલ જકાત નાકા પુલની બંને બાજુ તથા ઓમ પાર્ટી પ્લોટની સામેના ભાગે તેમજ ઘાંઘળી અને અધેવાડા પાસે આવેલ ઓપ્ટીકલ ફાયર વાયરો કટરથી કાપી નાખી જોઈટ કલોઝરોની પણ કોઈ ચોરી કરી લઈ જતા જીઓના 216 જેટલા ટાવરો બંધ થઈ જતા કલાકો સુધી જીઓનું નેટવર્ક બંધ થઈ ગયું હતું. જેથી ગ્રાહકોને ભારે મુશ્કેલી પડી હતી અને કંપનીને ભારે નુકશાન પહોંચાડ્યુ હતું. જોકે અધિકારીઓએ તાબડતોબ રીપેરીંગ કાર્ય હાથ ધરી નેટવર્ક પુન: શરૂ કર્યું હતું. ડી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો