નિયત બગડી:તળાજા યાર્ડમાથી શાકભાજી ચોરાઈ રહ્યાની ફરિયાદ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારીનો માર કહો કે ચોરી કરવાની કુટેવ
  • ત્રણ ચોકીદાર છે,સીસીટીવી કેમેરા છે,યાર્ડ બકાલા ચોરો સામે કાયદેસર કાર્યવાહી કરાશે : સેક્રેટરી

તળાજા માર્કેટિંગ યાર્ડમા ભૂતકાળમાં સરકારી કર્મચારીઓ ખેડૂતોની જણસ ચોરી જતા પકડાયા હતા.જે સમગ્ર ઘટના સીસટીવી કેમેરામા યાર્ડ દ્વારા પોલીસને તપાસના કામે અપાઇ હતી.હવે યાર્ડમાંથી સામાન્ય કહી શકાય કે બે પાચ કિલો શાકભાજી ચોરાઈ રહ્યાની રાવ ઉઠવા પામી છે જેને લઇ યાર્ડ દ્વારા આગામી સમયમાં બકાલા ચોરો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરાઇ રહી છે.

મોંઘવારીનો માર કહો કે ચોરી કરવાની અથવા તો હરામનું ખાવાની કુટેવ.અમુક લોકો હવે શાક બકાલું પણ ચોરવા લાગ્યાનું તળાજા માર્કેટિંગ યાર્ડમાં સામે આવ્યું છે.આ મામલે સેક્રેટરી અજીતભાઈ પરમારએ વેપારીઓને જણાવ્યું હતું કે યાર્ડમાં ત્રણ ચોકીદારો છે.બધેજ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જ્યારે પણ બકાલાની ચો સામે આવે ત્યારે સીસીટીવી કેમેરા ચેક કરીને જે કોઈ ચોર હશે તેને ઓળખીને તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ સહિતની જે કંઈ કાર્યવાહી કરવી પડે તે કરીશું.

વેપારીઓનું બકાલું ચોરાય છે:દલાલ
શાકભાજીની હરાજી કરતા હુસેનભાઇ નાગરીયાના કહેવા મુજબ ખેડૂતોને રોકડા રૂપિયા આપી દેવામાં આવ્યા બાદ જે બકાલું આગળના દિવસે હરાજી કરવા માટે રાખ્યું હોય તે રાત્રિ દરમિયાન ક્યારેક ચોરાય છે. જોકે ચોરવા વાળા પ્રોફેશનલ ચોર નથી હોતા તેમ તેઓએ ઉમેર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...