તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ખેડૂત એકતા મંચ અને અવણીયા ગામ દ્વારા ચાર પાણી ન અપાતાં જિલ્લા પાણી પુરવઠા અને કલેક્ટરને રજૂઆત

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શેત્રુંજી ડેમનું પાણી ખેડુતોને સિંચાઇ માટે આપવા 3 ડિસેમ્બરના રોજ શેત્રુંજી ડેમે સલાહકાર સમીતિની અગત્યની મીટિંગ મળેલી તેમાં મહુવા,તળાજા,પાલીતાણા ત્રણેય ધારાસભ્યો ખેડુત એકતા મંચના જિલ્લા પ્રમુખ, પાણી સમીતિના પ્રમુખો,સંરપચો, અનેક ખેડુતો, શેત્રુંજી સિંચાઇ વિભાગના અધિકારીઓ અને સિંચાઇ જળ જાળવણી અધિક્ષકના અધ્યક્ષ સ્થાને મળેલી મીટિંગમાં ડાબા કાંઠે છેવાડે કુંડા,ભુભલી,જુનાનવા રતનપર,ભૂતેશ્વર સુધી અને જમણા કાંઠે છેવાડે માળવાવ, કરસાળ, નૈપ અને સથરા સુધી ચાર પાણી આપવાનો ઠરાવ હતો છતાં પણ આપવાની અધિકારીઓ દ્વારા ચાર પાણના ફોર્મ સ્વીકારવાની ના પાડી તે સંદર્ભે જિલ્લા પાણી પુરવઠા કચેરી, કલેક્ટરને રજૂઆત કરી હતી.

બન્ને કાંઠે છેવાડે ચાર પાણ આપવાનો ઠરાવનો ઉલ્લંઘન
ખેડુત એકતા મંચના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાળાએ આગળ અને છેવાડે તમામ ખેડૂતોને ન્યાય પ્રમાણે પાણી સરખા ભાગે અને ખેતીપાકો પાકે તે પ્રમાણે પાણી મળવું જોઈએ તેની ધારદાર રજુઆત કરી તે અધિક્ષકને તથા તમામને બરાબર જણાતા બન્ને કાંઠે છેવાડે ચાર પાણ આપવાની ઠરાવથી સર્વાનુમતે નક્કી કર્યું હતું છતાં હાલમાં છેવાડે ચાર પાણના ફોર્મ લેવાં અધિકારીઓ ઇન્કાર કરે છે અને છેવટે ત્રણ પાણના ફોર્મ લેશે તેવું અધિકારીઓ જણાવે છે તે સલાહકાર સમિતિનો છેદ ઉડાડી અધિકારી મનમાની કરે છે.

ઘોઘાના ધારાસભ્ય તથા મંત્રી ને રજૂઆત છતાં પણ કોઈ નિકાલ નહીં
ખેતીની જમીન બીજા હેતુ માટે અપાય હોય તેમાં પાણી આપવું ગુનો છે તે બંધ કરવુ તેમજ આ બાબતે ઘોઘાના ધારાસભ્ય અને મંત્રી પરષોત્તમ સોલંકીએ ભાર પૂર્વક લેખીતમાં રજુઆત કરેલ છે તેમજ થોડા દિવસ પહેલા બુધેલ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા આવ્યા ત્યારે મુખ્ય આગેવાનોએ આ બાબતે રજૂઆત કરી શેત્રુંજી વિભાગના અધિકારીઓને કુંવરજી બાવળીયાએ પાણી વિતરણ બરાબર કરવા કડક સૂચના આપી છતાં પણ અધિકારીઓ ઠાગાઠેયા કરે તે વિચારવા જેવી બાબત છે.

ચાર પાણના ફોર્મ લેવાના કડક આદેશ કરો અન્યથા આગેવાનો આમરણ ઉપવાસ કરશે
તેથી આ બાબતે અવાણીયા સુધી કેનાળ રીપેરીંગની અને ડાબા-જમણા કાંઠે છેવાડે ચાર પાણના ફોર્મ લેવાના કડક આદેશ કરો તેમાં વિલંબ થશે તો ખેડૂતો અને આગેવાનો આમરણ ઉપવાસના ધામા નાખશે તેવા સંકેતો જણાય રહ્યા છે. તેનાથી આગેવાનો અને ખેડુતોને કોઇપણ જાતની અડચણ ઉભી થશે. તેની તમામ જવાબદારી કાયૅપાલક ઇજનેર અને અધિક્ષકની રહેશે તેમ સલાહકાર સમિતિના સભ્ય અને તળાજા તાલુકાના ખેડૂત એકતા મંચના પ્રમખુ અશોકસિંહ સરવૈયા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો