આયોજન:22મીએ ખેલમહાકુંભ અંતર્ગત શારીરિક વિકલાંગો માટે સ્પર્ધા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એથ્લેટીક્સ સ્પર્ધા 23 એપ્રિલે યોજાશે
  • શારીરિક ક્ષતિગ્રસ્તોની​​​​​​​ જિલ્લા કક્ષાની ક્રિકેટ સ્પર્ધા એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ, ક્રેસંટ ખાતે રમાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ભાવનગર જિલ્લામાં વસતા દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાએ સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભ (શારીરિક ક્ષતિગ્રસ્ત) વિકલાંગ વિભાગની ભાવનગર જિલ્લા કક્ષાની ક્રિકેટ સ્પર્ધા સ્થળ ધનેશ મહેતા સ્કુલ, ભાવનગર (એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ, ક્રેસંટ, ભાવનગર) ખાતે તા.22 એપ્રિલના રોજ સવારે 7 કલાકે રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ખેલાડીઓએ અચુક પણે હાજર રહેવાનુ રહેશે.

ડેફ વિભાગની ભાવનગર જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા સ્થળ ધનેશ મહેતા સ્કુલ, ખાતે 22મીએ સવારે 7 કલાકે રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ખેલાડીઓએ અચુક પણે હાજર રહેવાનુ રહેશે.જ્યારે (શારીરિક ક્ષતિગ્રસ્ત) વિકલાંગ વિભાગની ભાવનગર જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા પણ ધનેશ મહેતા સ્કુલ, ભાવનગર (એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ, ભાવનગર) ખાતે તા.23 એપ્રિલના રોજ સવારે 7 કલાકે રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ખેલાડીઓએ અચુક પણે હાજર રહેવાનુ રહેશે. આમ ભાવનગરના દિવ્યાંગો અને અન્ય શારીરિક ક્ષતિગ્રસ્તો માટે રમત સ્પર્ધાઓ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...