તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષા પ્રત્યે સજ્જતાનો અભાવ:ફાયર NOCથી બચવા હોસ્પિટલોની બિલ્ડીંગોને દર્શાવી કોમર્શિયલ મિલ્કતો

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તંત્રની આંખમાં ધૂળ નાખી બિલ્ડરો પ્લાન મંજુર કરાવી લે છે
 • ભાવનગર શહેરમાં વર્ષ 2017 પૂર્વે 16.50 મીટર થી ઓછી ઉંચાઇની કોમર્શિયલ મિલકતોને ફાયર NOCની આવશ્યકતા નહોતી જેથી હોસ્પિટલના હેતુની મિલકતોને કોમર્શિયલ ગણાવી કમ્પ્લિશન મેળવ્યા હતા

રાજ્ય કે રાજ્ય બહાર કોઈ આગની મોટી ઘટના બને એટલે ભાવનગર કોર્પોરેશન પણ ઊંઘમાંથી જાગ્યા હોય તેમ ફાયર બ્રિગેડને દોડાવી ફાયર સેફટીના અભાવવાળી મિલકતોને નોટિસ અને સીલ મારવાની કાર્યવાહી કરે છે. પરંતુ આ બેદરકારીમ‍ાં બિલ્ડરો અને મિલકત ધારકો સાથે કોર્પોરેશન પણ જવાબદાર છે. જો ફાયર સેફટીની સુવિધા ના હોય તો આ મિલકતોને કમ્પ્લિશન સર્ટી જ મળવું ના જોઈએ. તત્કાલીન સમયે નિયમોની આડમાં બિલ્ડરો દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા નહીં હોવા છતાં કોર્પોરેશનમાંથી કમ્પ્લિશન મેળવી મિલકતને વેચી નાખી. હવે હેરાનગતિ મિલકતધારકોને વેઠવી પડે છે. બિલ્ડરો દ્વારા કોર્પોરેશનની આંખમાં ધૂળ નાંખી કોમર્શિયલ મિલકતો દર્શાવી તે મુજબ પ્લાન મંજુર કરાવી આ કોમર્શિયલ મિલકતોને હોસ્પિટલ માટે વેચી નાખવામાં આવી છે. હોસ્પિટલના સંચાલકોની પણ એટલી જ બેદરકારી હોય છે. મિલકત ખરીદતા પહેલા મંજૂર થયેલા કોમર્શિયલ પ્લાન અને વાસ્તવમાં હોસ્પિટલ માટે જરૂરી સુવિધાના નિયમો જાણ્યા વગર હોસ્પિટલો શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં મોટા ભાગે કોમર્શિયલ બિલ્ડીંગોમાં જ હોસ્પિટલો ધમધમી રહી છે.

કોર્પોરેશન, બિલ્ડરો, હોસ્પિટલ અને સંચાલકોની બેદરકારીનો ભોગ બનતા દર્દીઓ
બાંધકામના નિયમોમાં ફેરફાર થતાં રહ્યાં છે. વર્ષ 2017 પૂર્વે 16.50 મીટર કરતા વધુ ઊંચાઈ વાળી મિલકતોમાં જ ફાયર સેફ્ટી ફરજિયાત હતી. પરંતુ તે કોમર્શિયલ મિલકતો માટે હતી. જો હોસ્પિટલની મિલકત હોય તે તમામમાં ફાયર સેફટીની સુવિધા લગાવી ફાયર એન.ઓ.સી. લીધા બાદ જ કમ્પ્લિશન મળી શકે છે. પરંતુ ફાયર એન.ઓ.સી. થી બચવા માટે અનેક બિલ્ડરોએ હોસ્પિટલના હેતુ માટે જ બિલ્ડીંગ બનાવી કોમર્શિયલ મિલકત દર્શાવી પ્લાન મંજૂર કરાવેલા છે. જો હોસ્પિટલની મિલકત દર્શાવી પ્લાન મંજૂર કરાવવા હોય તો ફાયર એન.ઓ.સી. મેળવવું ફરજિયાત હોય છે. જેની માટે ફાયર સેફટી પણ જરૂરી હોય છે પરંતુ ફાયર સેફ્ટીના ખર્ચમાંથી બચવા કોમર્શિયલ મિલકતો દર્શાવી કમ્પ્લિશન મેળવવામાં આવે છે.જેથી હાલમાં કાળુભા રોડ અને જેલરોડ પર હોસ્પિટલોને સીલ મારવાના વારા આવ્યા.

બિલ્ડરો હવે હાથ મુકવા દેતા નથી અને મિલકત ધારકો ફસાયા
ભાવનગરમાં અનેક બિલ્ડિંગો એવી છે કે જેમાં, ફાયર એનઓસી સહિતની સુવિધા ફરજિયાત હોવા છતાં બિલ્ડિંગોમાં સુવિધા નથી. બિલ્ડર દ્વારા નિયમ વિરુદ્ધની મિલકતો વેચી નાખ્યા બાદ હવે બિલ્ડરોએ પણ હાથ ઊંચા કરી નાખ્યા છે અને મિલકત ધારકો બંને તરફથી મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે મિલકત ધારકોએ આવી મિલકતો લીધેલી ત્યારે આ બાબતે તેઓ અજાણ હતા.

ક્યારે શુ થયાં ફેરફાર ?
- વર્ષ 2017 = 16.50 મીટરથી વધુ ઉંચાઇમાં ફાયર એન.ઓ.સી. ફરજીયાત
- વર્ષ 2018 = 15 મીટરથી વધુ ઉંચાઇમાં ફાયર એન.ઓ.સી. ફરજીયાત
- વર્ષ 2019 = તમામ કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર એન.ઓ.સી. ફરજીયાત
- સરકારના પરિપત્ર મુજબ જાહેર થયેલી સુચના

શહેરમાં કોર્પોરેશનની કામગીરી સામે પણ ઉઠી આંગળી
ભાવનગરમાં અનેક મિલકતો કમ્પ્લિશન વગરની હોવાનું સ્ટેન્ડિંગ કમિટીમાં ખુદ ડેપ્યુટી કમિશનરે સ્વીકાર કર્યો હતો. બાંધકામના નિયમોમાં સમયાંતરે ફેરફાર થયા છે. પરંતુ ત્યારબાદ કોર્પોરેશન દ્વારા મિલકતોનો કોઇ સર્વે કરવામાં આવ્યો નથી. જો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તો હાલમાં ફાયર એન.ઓ.સી. વગરની મિલકતો પણ ના હોત. અને લોકોના જીવ સાથે ચેડા પણ ના થતાં હોય.

નિયમ મુજબ પ્લાન મંજૂરી જરૂરી
વર્ષ 2017 પૂર્વે 16.50 મીટરથી વધુની ઉંચાઇ ધરાવતા કોમર્શિયલ બિલ્ડીંગોમાં જ ફાયર એન.ઓ.સી. ફરજીયાત હતું. તત્કાલીન સમયે જી.ડી.સી.આર.ની જોગવાઈઓ મુજબ કમ્પ્લિશન આપવામાં આવ્યા હોય છે. સમયાંતરે નિયમોમાં થતાં ફેરફાર મુજબ જરૂરી સુવિધા ઉભી કરી પ્લાન મંજુર કરવા પણ આવશ્યક હોય છે. - સુરેશ ગોધવાણી, ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો