એજ્યુકેશન:ભાવનગરમાં બોર્ડની પરીક્ષાના CCTV ફૂટેજ જોવાનો આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ ફૂટેજવાળાને હિયરિંગમાં બોલાવાશે
  • શહેરમાં​​​​​​​ દક્ષિણામૂર્તિ અને ઘરશાળામાં 16 શિક્ષકો દ્વારા સીસીટીવીનું થઇ રહેલુ નિરીક્ષણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તેના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ચકાસણીનો આરંભ થઇ ગયો છે તો ભાવનગર શહેરમાં બે હાઇસ્કૂલોમાં ધો.10-12ની સેન્ટર મુજબ સીસીટીવીના જે ફૂટેજ મળ્યા છે તેની ચકાસણીનો પણ આરંભ થઇ ગયો છે.

આ અંગે ડીઇઓ કચેરીના વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતુ કે ભાવનગરમાં બોર્ડની ધોફ10ની સીસીટીવીના ફૂટેજની ચકાસણી ઘરશાળા ખાતે થઇ રહી છે જ્યારે ધો.12ના સેન્ટરના સીસીટીવી ફૂટેજની ચકાસણી દક્ષિણામૂર્તિ ખાતે થઇ રહી છે. જેમાં કુલ 16 શિક્ષકો જોડાયા છે. ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા દરમિયાન દરેક બ્લોકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરીમાં લાગી ગયા છે. બોર્ડની પરીક્ષાના દરેક ઝોનના બિલ્ડિંગ અને બ્લોકના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ થઇ છે.

શિક્ષકો દરેક બ્લોકની ફૂટેજની સીડી તપાસીને બાદમાં બોર્ડને મોકલશે. સામાન્ય રીતે એક શિક્ષક દરરોજ બે સીડીના સીસીટીવી ફૂટેજ તપાસે છે. છતાં કોઇ વાંધાજનક વસ્તુ દેખાય તો તેની પુન: ચકાસણી પણ થાય છે જેથી કોઇને અન્યાય ન થાય. સીસીટીવીમાં કોઇ ગેરરીતિ કે અન્ય કોઇ વાંધાજનક ફૂટેજ મળે તો શંકાસ્પદ તરીકે વિદ્યાર્થીને બોલાવવામાં આવશે. સાથે બોર્ડને પણ તપાસીને રિપોર્ટ મોકલાશે. આ સાથે બોર્ડની ઉત્તરવહીના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર પણ કાર્યરત થઈ ગયા છે અને શિક્ષકો ઉત્તવહી ચકાસણીમાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...