તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:આજથી JEE-મેઇનના ચોથા તબક્કાની પરીક્ષાનો આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં 700 જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE (Main)-2021ના ચોથા તબક્કાની પરીક્ષા આવતી કાલ તા.26 ઓગસ્ટને ગુરૂવારથી શરૂ થવાની છે. જે આગામી તા.2 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વર્ષે કોરોનાને લીધે જેઇઇ-મેઇનની પરીક્ષા જુદા જુદા ચાર તબક્કામાં લેવામાં આવી જેમાં આવતી કાલ ગુરૂવારથી ચોથા તબક્કાનો આરંભ થશે. ભાવનગરમાં જ્ઞાનમંજરી ઇજનેરી કોલેજના સેન્ટર ખાતે આ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે અને અંદાજે 700 જેટલા વિદ્યાર્થીઓ ભાવનગરમાં આ તબક્કામાં પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા તા.26 અને 27 ઓગસ્ટ, તા.31 ઓગસ્ટ તથા તા.1 અને 2 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે.

આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર તથા 4 કે તેથી વધુ માણસોના એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને કોઈ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...