તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્ટેટીવ એકેડેમિક કેલેન્ડર:તા.7 જૂનથી યુનિ.માં 3 અને 5 સેમ.ના પ્રથમ સત્રનો આરંભ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 નવેમ્બરથી 13 દિવસના દિવાળી વેકેશની જાહેરાત

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માટેનું ટેન્ટેટીવ એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે. સ્નાતક કક્ષાએ સેમેસ્ટર- 3 અને 5 તથા અનુસ્નાતક કક્ષાએ ત્રીજા સેમેસ્ટરના પ્રથમ સત્રનો તા.7 જૂનથી આરંભ થશે અને 106 દિવસનું આ પ્રથમ સત્ર 16 ઓક્ટોબર સુધી ચાલશે.

સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટર અને તમામ ડિપ્લોમાના અભ્યાસના પ્રથમ સત્રનો તા.17 ઓગસ્ટથી આરંભ થશે અને કુલ 91 દિવસનું આ સત્ર તા.22 ડિસેમ્બર સુધી ચાલશે. સ્નાતક કક્ષાએ 3/5 સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાએ સેમ-5ની આંતરિક પરીક્ષા તા.16 ઓક્ટોબર પહેલા અને PG/UG સેમેસ્ટર-1 તથા તમામ ડિપ્લોમાની આંતરિક પરીક્ષા તા.22 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવાની રહેશે. દિવાળી વેકેશન તા.1 નવેમ્બરથી 13 નવેમ્બર, 13 દિવસનું રહેશે. યુનિ. કક્ષાની સ્નાતક કક્ષાની સેમ-3/5 તથા અનુસ્નાતક સેમ-3ની પરીક્ષા તા.18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધીમાં તેમજ યુ.જી./પીજી. સેમ-1 તથા તમામ ડિપ્લોમા સેમ-1ની પરીક્ષા તા.23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન લેવાની રહેશે.

યુનિ.ના બીજા સત્રમાં સ્નાતક કક્ષાએ બીજા અને ચોથા તથા અનુસ્નાતક કક્ષાએ ચોથા સેમેસ્ટરનું શિક્ષણ કાર્ય તા.15 નવેમ્બરથી 19 માર્ચ એટલે કે 101 દિવસનું રહેશે. PG/UG કક્ષાએ સેમ-2 તથા તમામ ડિપ્લોમા માટે બીજું સત્ર તા.1 જાન્યુઆરી,2022થી 26 એપ્રિલ 2022 એટલે કે 91 દિવસનું રહેશે. આંતરિક પરીક્ષામાં સ્નાતક કક્ષાએ બીજા અને ચોથા તથા અનુસ્નાતક કક્ષાએ ચોથા સેમેસ્ટરની પરીક્ષા 19 માર્ચ પહેલા અને PG/UG કક્ષાએ સેમ-2 તથા તમામ ડિપ્લોમાની આંતરિક પરીક્ષા 26 એપ્રિલ પહેલા પૂર્ણ કરવાની રહેશે. યુનિ. કક્ષાની પરીક્ષામાં UG કક્ષાએ બીજા અને ચોથા તથા PG કક્ષાએ ચોથા સેમેસ્ટરની પરીક્ષા તા.21 માર્ચથી 28 માર્ચ સુધીમાં લેવાશે જ્યારે PG/UG કક્ષાએ સેમ-2 તથા તમામ ડિપ્લોમાની પરીક્ષા 28 એપ્રિલથી 6 મે દરમિયાન લેવાશે. UG કોલેજો અને PG ભવનો માટે ઉનાળુ વેકેશન તા.7 મેથી 14 જૂન સુધી 39 દિવસનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...