તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા સર્વેક્ષણ 2021:ભાવનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે કાલથી ટેલિફોનિક પ્રશ્નોત્તરીનો આરંભ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2020ના વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરનો 42મો રેન્ક હતો
 • સ્વચ્છતા સર્વેક્ષણમાં આઠ પ્રશ્નો પુછાશે, હકારાત્મક સહયોગ આપવા અનુરોધ

ભારત સરકાના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2021 અને ગાર્બેજ ફ્રી સિટીની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર શહેર પણ આ સર્વેક્ષણમાં ભાગ લઇ રહ્યું હોય શહેરની સ્વચ્છતા માટે નાગરિકો સાથે ટેલિફોનિક સંવાદ દ્વારા ભાવેણાની જનતા સામે આઠ પ્રશ્નો મુકવામાં આવશે. તે અંગે હા અથવા ના અને 0 થી 100 ગુણ આપવાના રહેશે. ભાવનગરના સ્વચ્છતાના રેન્કને ઉંચે લઇ જવામાં અને સ્વચ્છતામાં અગ્રેસર થવા માટે ભાવેણાની જનતાને હાકારાત્મક અભિગમ સાથે આગળ આવવા અપીલ કરાઇ છે.

આ સર્વેક્ષણ અંતર્ગત તા.1 જાન્યુઆરીથી ફોન દ્વારા પ્રશ્નોત્તરીનો આરંભ થવાનો છે. ત્યારે પૂછવામાં આવનારા આઠ પ્રશ્નોના હા કે નામાં જવાબ આપવાના છે તેમજ 0થી 100 ગુણની રેન્જમાં મહત્તમ ગુણ આપવા માટ મ્યુ.કોર્પો.ના કમિશનર, સોલીડ વેસ્ટ વિભાગના નોડલ ઓફિસર તથા જનસંપર્ક અધિકારી દ્વારા નગરજનોને અનુરોધ કરાયો છે. ભાવનગર શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થવાનું છે ત્યારે નગરજનોને હકારાત્મક સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

સર્વેક્ષણમાં હકારાત્મક રહો : ચેમ્બર ઓફ કોમર્સ
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને ફોન કરી સર્વેક્ષણ કરવામાં આવનાર છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2021 અંતર્ગત થનાર સર્વેક્ષણ માટે શહેરના જે નાગરીકોને ફોન આવે તેમાં સકારાત્મક જવાબ આપવા જેથી સ્વચ્છતા સર્વેક્ષણમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગર આગળની હરોળમાં આવે તેવી અપીલ શહેરના નાગરિકોને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો