તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:આજથી યુનિ.માં પીજી-યુજી કક્ષાના સેમ-1ની પરીક્ષાનો આરંભ

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પરીક્ષામાં કુલ 32 કેન્દ્રો ખાતે કુલ 19,130 પરીક્ષાર્થીઓ નોંધાયા, પ્રશ્નપત્ર 42 માર્કનું રહેશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આવતી કાલ તા.17 ફેબ્રુઆરીથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટર તેમજ ડિપ્લોમાની પરીક્ષાઓ યોજાશે. સાથે 17 ફેબ્રુઆરીથી જ અન્ય ડિપ્લોમા કોર્સીસની પરીક્ષાનો આરંભ થશે. આ પરીક્ષાઓ રોજ ત્રણ સેશનમાં લેવામાં આવશે. પરીક્ષાનો સમયે દોઢ કલાકનો રહેશે. કોરોનાની ગાઇડલાઇના ચૂસ્ત પાલન સાથે આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષાઓની હોલ ટિકિટ ગત તા.12 ફેબ્રુઆરીથી પરીક્ષાર્થીઓ યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પરથી ડાઉનલોડ કરી શકાય તેવી સુવિધા શરૂ થઇ ગઇ છે.

આ પરીક્ષામાં લોકલના 14 સેન્ટર અને બહારગામના 18 સેન્ટર મળી કુલ 32 કેન્દ્રો ખાતે કુલ 19,130 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષાઓ કોરોનાની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે લેવામાં આવશે. આ પરીક્ષામાં કુલ 42 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. વિદ્યાર્થીઓએ પેપરમાં આપેલા કુલ 4 પ્રશ્નો પૈકી કોઇ પણ 3 પ્રશ્નના જવાબ આપવાના રહેશે.

ભાવનગર યુનિ. દ્વારા તા.17 ફેબ્રુઆરીથી સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-1, અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-1, બી.એડ.રેગ્યુલર સેમેસ્ટર-4, ડિપ્લોમા ઇન યોગ સેમેસ્ટર-1 તથા બી.એડ.(એચ.આઇ)ની પરીક્ષાઓ તા.17,18,19,23,24,25 અને 26 ફેબ્રુઆરીએ લેવાનો નિર્ણય કરાયો છે. તેમજ અન્ય ડિપ્લોમા કોર્સીસની પરીક્ષા તા.27 ફેબ્રુઆરી અને તા.1,2 અને 3 માર્ચે લેવામાં આવશે. જેની તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને નોંધ લેવા યુનિ.ના કુલસચિવ ડો.કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો