તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સાતમી જૂનથી યુનિવર્સિટીમાં ઓનલાઇન શિક્ષણનો આરંભ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકલી ટેસ્ટ સહિતના આધારે મૂલ્યાંકન કરાશે
  • યુનિ.માં પહેલા સેમેસ્ટર માટેના પ્રથમ સત્રના આરંભની હવે પછી જાહેરાત કરવામાં આવશે

શિક્ષણ વિભાગ હેઠળની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરાયું છે જે મુજબ અને યુનિવર્સિટીમાં પ્રથમ સત્ર સાત જૂનથી શરૂ થશે અને સ્નાતક કક્ષાએ ત્રીજા અને પાંચમાં સેમેસ્ટર, ચાર વર્ષ નાટક કાર્યક્રમમાં સમયસર સાત અને અનુસ્નાતક કક્ષાએ ત્રીજા સેમેસ્ટરમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. જ્યારે પ્રથમ સત્રમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટરમાં માટે શૈક્ષણિક કાર્યના આરંભની હવે પછી જાહેરાત કરાશે.

શિક્ષણ વિભાગના આ કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન 1 લી નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન સૂચિત કરાયું છે. યુનિવર્સિટી વિભાગ અને કોલેજોના આંતરિક મૂલ્યાંકન વિકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ ડિસ્કશન વિગેરે દ્વારા પ્રથમ સત્રના અંત પહેલા કરવામાં આવશે. દ્વિતીય સત્ર પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે જેમાં સ્નાતક કક્ષાએ ચોથું અને છઠ્ઠૂ સેમેસ્ટર તેમજ અનુસ્નાતક કક્ષાએ ત્રીજા સેમેસ્ટરમાં નો સમાવેશ થાય છે. યુનિવર્સિટીના વિભાગો તેમજ કોલેજો માટે દ્વિતીય સત્રનું આંતરિક મૂલ્યાંકન વિકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ ડિસ્કશન વિગેરે દ્વારા ફેબ્રુઆરી કે માર્ચ 2022 સુધીમાં કરવાનું રહેશે.2022-23નુ નવું શૈક્ષણિક સત્ર 15 જૂન, 2022થી શરૂ કરવાનું રહેશે.

વધુમાં હાલમાં દરેક યુનિવર્સિટીઓ અભ્યાસ અને પરીક્ષા ફક્ત ઓનલાઇન પદ્ધતિથી જ લઇ શકશે. રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવાનું રહેશે.જેમાં ધોરણ 12 નુ પરીણામ બાકી હોય તો સમ સેમિસ્ટર માટેની તારીખ હવે પછી જણાવવામાં આવશે તેમ શિક્ષણ વિભાગનાં નાયબ સચિવે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...