મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નેકના એક્રેડિટેશનના ગ્રેડમાં સુધારો કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સારો ગ્રેડ મેળવવાથી વિદ્યાર્થીઓને અન્ય વિદેશમાં યુનિવર્સિટીઓમાં ભણવા જવા માટે પ્રવેશ મેળવવો સરળ પડશે અને વધુમાં યુનિવર્સિટીને મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે પણ તે માટે મુખ્ય શરત એ છે કે નેકની ચકાસણી બાદ યુનિવર્સિટીને ગ્રેડ સારો મળવો જોઈએ.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તા મંડળની તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં સર્વે સાથે મળીને યુનિવર્સિટીને સેકન્ડ સાયકલમાં મળેલા સી ગ્રેડમાં સુધારો કરવાનું અને યુનિવર્સિટીને એક નવી ઊંચાઈએ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે આ માટે યુનિવર્સિટીના તજજ્ઞો જેમાં અધ્યાપકોની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.
નેટની આગામી સાઇકલ પૂર્ણ થાય ત્યાં સુધી આ કમિટી શરૂ રહેશે અને કાર્ય કરશે. નેકના જુદા જુદા સાત ક્રાઈટેરિયા માટે બે બે સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે અને આ સભ્યો યુનિવર્સિટીના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કામગીરી કરશે. આ ટીમને IQAC કોર કમિટી માર્ગદર્શન આપશે અને કો-ઓર્ડીનેટર તરીકે ડો. ગિરીશભાઈ પટેલ, પ્રો. ઇન્દ્ર ગઢવી અને પ્રિ. હેતલ મહેતાને નિયુક્ત કરાયા છે.
આ કો-ઓર્ડીનેટર જરૂર પડે આ કામ માટે નિષ્ણાતોને આમંત્રિત કરી શકશે અને આ સંદર્ભે નિર્ણયો લેવા માટે પણ સક્ષમ રહેશે આ કમિટીમાં અન્ય અધ્યાપકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નેક માટે આ ક્ષેત્રોમાં સારી કામગીરી જરૂરી
ફાયનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મોબિલાઈઝેશન, એલ્યુમ્ની એન્ગેજમેન્ટ, સ્ટુડન્ટ પાર્ટિસિપેશન એન્ડ એક્ટિવિટી, સહયોગ, કન્સલ્ટન્સી, ઇનોવેશન ઇકોસિસ્ટમ, અભ્યાસક્રમ વૃદ્ધિ, વિદ્યાર્થી નોંધણી અને પ્રોફાઇલ, મૂલ્યાંકન પ્રક્રિયા અને સુધારાઓ, સંશોધન અને સુવિધાઓને પ્રમોશન, સંશોધન માટે સંસાધન ગતિશીલતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.