તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાનો આરંભ

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • www.gseb.org પર તમામ માહિતી ઉપલબ્ધ
 • બોર્ડની પરીક્ષાની સાથે સંસ્કૃત મધ્યમાના ફોર્મ તા.12 માર્ચ સુધી વેબસાઇટ પર રેગ્યુલર ફી સાથે ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે માસમાં લેવાનારી ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તા.12 ફેબ્રુઆરીથી તા.12 માર્ચ,2021 સુધી ભરી શકાશે.

ભાવનગર શહેર અને જિલ્લાની ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને ભાવનગર બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે કે મે-2021માં લેવાનારી ધો.12 સા.પ્ર.ની પરીક્ષા માટે આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ 12 ફેબ્રુઆરીથી 12 માર્ચ,2021 સુધીના સમયગાળામાં બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી ભરી શકાશે.

આ નિયમની જાણ કેળવી તમામને નિયત સમયગાળામાં ફોર્મ ભરી દેવા જણાવાયું છે. ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના તમામ નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓના ફોર્મ ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે. તેની તમામ વિગતો બોર્ડની વેબબાઇટ www.gseb.org પરથી મળી રહેશે. આ પરીક્ષામાં www.gseb.org પરથી મળી રહેશે. આ પરીક્ષાના ફોર્મ માટે વિદ્યાર્થિનીઓ તેમજ દિવ્યાંગોને કોઇ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી તેની ખાસ નોંધ લેવી અને આમ છતાં વિદ્યાર્થિનીઓ તેમજ દિવ્યાંગો પાસેથી કોઇ શાળા ફી લેતા હોય તો ડીઇઓ કચેરીમાં જાણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો