પરીક્ષા:આવતીકાલથી યુનિ.માં રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો આરંભ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 8000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • રોજ ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે, શહેરમાં 1 અને બહારગામમાં 3 કેન્દ્ર રાખવામાં આવ્યાં

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા તા.16 નવેમ્બરને મંગળવારથી પીજી સેમેસ્ટર-3,તમામ ડિપ્લોમાના સેમેસ્ટર-3, બી.એડ.ના તૃતિય સેમેસ્ટરની પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. રોજ ત્રણ સેશનમાં આ પરીક્ષા લેવામાં આવશે.

અંદાજે 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાવનગર શહેરમાં એક અને બહારગારના ત્રણ પરીક્ષા કેન્દ્ર મળીને કુલ ચાર પરીક્ષા સેન્ટર ખાતે કોરોનાની ગાઇડલાઇને અનુસરીને પરીક્ષા આપવાના છે તેમ કુલસચિવ ડો.કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું હતુ. પરીક્ષા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા તા.16 નવેમ્બરથી પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સેમેસ્ટર-3, બી.એડ.(એચઆઇ) સેમેસ્ટર-3, બી.એડ. રેગ્યુલર સેમેસ્ટર-3, તમામ ડિપ્લોમા સેમેસ્ટર-3 અને એમસીએ સેમેસ્ટર-5ની પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

આ પરીક્ષા ચાર સેન્ટર પર રોજ ત્રણ સેશન સવારે 8-30થી 10-30, સવારે 11-30થી 1.30 અને બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. આ માટે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા યુનિ.ની વેબસાઇટ પર પણ મુકવામાં આવી છે.આમ તા.16ને મંગળવારથી યુનિવર્સિટી દ્વારા રોજ ત્રણ સેશનમાં શહેર-જિલ્લામાં 4 પરીક્ષા સેન્ટર ખાતે પરીક્ષા લેવા માટે આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...