બહેનો માટે તાલીમ:ભાવનગરની એસ.બી.આઈ તાલીમ સંસ્થા ખાતે ’બ્યુટી પાર્લર મેનેજમેન્ટ’ની રોજગારલક્ષી તાલીમનો શુભારંભ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ વિસ્તારની 56 બહેનો તાલીમમાં જોડાઈ

ભાવનગરની એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે ’બ્યુટી પાર્લર મેનેજમેન્ટ’ની રોજગારલક્ષી તાલીમનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ વિસ્તારની 56 બહેનો આ તાલીમમાં જોડાઈ હતી.

ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે માર્ગદર્શન આપ્યું
એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગરના નિયામક જી.એચ.ચૌહાણ દ્વારા તાલીમાર્થી બહેનોને તાલીમ કાર્યક્રમ બાદ સ્વરોજગાર વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે મુખ્ય અતિથી વિશેષ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ તથા ડી.એલ.એમ. વિજયસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SBI RSETI સ્ટાફના હંસાબેન ચાવડાગોર, નીલેશભાઈ બરોલીયા, ઈશાનભાઈ કલીવડા, રાજુભાઈ પઠાણ, સંજયભાઈ શુક્લા સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...