તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાં પશુઓને ઈયર ટેગીંગની કામગીરીનો આરંભ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી

ભાવનગર જિલ્લાના ગાય અને ભેંસ વર્ગના પશુઓ રાખતા પશુપાલકોને ભારત સરકારના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના પશુઓને પશુઓની ઓળખાણ માટે આધાર યોજનાની જેમ પશુઓના કાને કડી લગાવવાના કાર્યક્રમનો અંતિમ તબક્કો તા.20.07.21 સુધી ચાલુ છે. પશુઓની કાનની કડી તમામ પ્રકારની સરકારની યોજનાનો લાભ તથા અતિવૃષ્ટિ, ભૂકંપ, રોગચાળા જેવી કુદરતી આફતોમાં પશુ જાનહાની સમયે પશુ ઓળખ અતી ઉપયોગી નીવડે છે.

આ ઉપરાંત પશુઓને આપવામાં આવતા રસી, કૃમિનાશક દવા, કૃત્રિમ બીજદાન વગેરેના રેકર્ડ પણ સરળતાથી નીભાવી શકાશે. જેથી ગાય અને ભેંસ વર્ગનાં પશુઓ રાખતા હોય તેવા પશુપાલકો ભારત સરકારની યોજનાથી બાકાત ન રહી જાય તે માટે સર્વ પશુપાલકોને નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી પશુઓને આધાર યોજના સમાન ઈયર ટેગીગ કરાવી પશુને બારકોર્ડ ડીજીટથી આગવી ઓળખ નકિક કરવા જણાવાયું છે.

હાલમાં ભાવનગર જીલ્લામાં પશુપાલન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ગામોગામ પશુપાલકોના પશુઓને કાનની કડી મારવાની કામગીરી ચાલુ હોય તા.20.7.21પહેલા દરેક પશુઓને કાને કડી લગાવી લેવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...