મોરબી દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું ભાવનગરમાં કેબલ સ્ટેઈડ બ્રીજની મુલાકાત જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે લીધી હતી. કલેકટરએ કેબલ સ્ટેઈડ બ્રિજની ડિઝાઇન, વહન ક્ષમતા અને મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી હતી.
આ બ્રિજ વર્ષ 2012માં બનેલો છે
આ તકે કલેકટરએ જણાવ્યું હતું કે આ બ્રિજ વર્ષ 2012 માં બનેલો છે અને ત્યારબાદ વર્ષ 2013 થી સતત કાર્યરત છે. બ્રીજનું બાંધકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ મેન્ટેનન્સ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કરી રહ્યું છે. ત્યારે મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
કલેકટરે અધિકારીઓને જરૂરી સૂચનો આપી
આ મુલાકાત દરમ્યાન ભાવનગર પ્રાંત અધિકારી એમ.એમ.ઝણકાટ, માર્ગ અને મકાન (સિવિલ)નાં ડેપ્યુટી એન્જિનિયર દિલીપભાઈ મેર, ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં ડેપ્યુટી એન્જિનિયર નિતેશ ધોન્ડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.