તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં હૃદયરોગ, ઓર્થોપેડિક સહિત જુદા જુદા રોગની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓના ઓપરેશન થઈ ગયા બાદ પણ અને મા-કાર્ડ, અમૃતમ કાર્ડ નીચે પૈસા કપાયા હોવાનો મેસેજ આવી ગયા બાદ પણ છેલ્લા 11 દિવસથી આ દર્દીઓને રજા મળતી ન હતી અને પૈસા ભરવાનું કહેવાનું હતું. આ અંગે વહિવટી તંત્રને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા સ્પષ્ટતા મંગાતા તમામ દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. આ દર્દીઓ પૈકી ઓર્થોપેિડક અને હૃદયની સારવાર માટે આવેલા દર્દીઓને ઓપરેશન થઈ ગયા બાદ રજા આપવાની હોય છે પણ 11થી વધુ દર્દીઓને રજા આપવાને બદલે હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીના સગા-વ્હાલાઓને જુદા-જુદા કારણો આપી રજા અપાતી ન હતી.
કેટલાકને ઈમ્પ્લાન્ટના પૈસા ભરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આ અંગે તપાસ કરાતા ઈમ્પાલન્ટ અને હાર્ટના દર્દીઓને ઓપરેશનમાં મુકાયેલા સ્ટેન્ડના બિલો અંગે મંજુરી નહીં મળતા દર્દીઓને રજા અપાતી ન હતી. આ અંગે હોસ્પિટલના એડમિનીસ્ટ્રેટર હાર્દિક ગઠાણી સમક્ષ દર્દીઓએ રજૂઆત કરતા તેમણે સમગ્ર બનાવ અંગે સી.એમ.ઓ.ને માહિતગાર કરી જરૂરી મંજુરીના કાગળો કરતા સાંજે દર્દીઓને રજા આપવામાં આવી હતી.
સાધનો માટે મંજુરી અગાઉથી લેવાની સૂચના આપી છે
ઓપરેશન અગાઉથી નક્કી થતું હોય છે ત્યારે મંજુરી પણ અગાઉથી મેળવી લેવી જોઈએ એને બદલે હોસ્પિટલ તંત્રને બીલ ચુકવતા સમયે જ સાધનો વપરાયાની જાણ થતી હતી એટલે આ અંગેની મંજુરી પ્રથમથી જ લેવાની સૂચના આપવામાં આવી છે. > ડો.જયેશ બ્રહ્મભટ્ટ, અિધક્ષક ભાવનગર
દર્દીઓને ઓપરેશન બાદ શા માટે રજા અપાતી ન હતી
હોસ્પિટલમાં મા કાર્ડ કે અમૃતમ કાર્ડ નીચે દાખલ થયેલા દર્દીઓને કોઈ ચાર્જ ચુકવવાનો હોતો નથી. ઈમ્પ્લાન્ટ એટલે કે સળીયો, સ્ક્રૂ-પ્લેટ કે હાર્ટના દર્દીઓનું સ્ટેન્ડ નાખવાનું હોય તે માટે લોકલ પાર્ટી ઈ-ટેન્ડર મારફત નક્કી થયેલી જ હોય છે તેમની પાસેથી સાધનો મંગાવી ઓપરેશન થતું હોય છે અને દર્દીઓને રજા આપવામાં આવે તે પહેલા સીએમઓ પાસેથી આ અંગેની મંજુરી લેવાતી હોય છે જે મંજુરી લેવાની બાકી રહી ગઈ હતી.
પહેલા કેશ આપવાનું અમને કહ્યું હતું
તાજેતરમાં મને આયુષમાન કાર્ડ માંથી પૈસા કાપી લીધેલા દેખાડતા હોવા છતાં પણ અમારી પાસે કેશ માંગવામાં આવ્યું હતું. ત્યાં સુધી પૈસા કપાઈ ગયા હોવા છતાં હજી સુધી ભરાઈ ગયા છે તેમ બતાવવામાં આવ્યા નહોતા. અમારી પાસે કેશની માંગણી કરવામાં આવ્યા બાદ સોમવારે અમે સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ ખાતે જઈને વાત કરી હતી અને વાત શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અમારી વાત થઈ ત્યારે કેશ નથી આપવાનું અને પૈસા મળી ગયેલ છે તેમ જણાવવામાં આવ્યું હતું.> રવિભાઈ રાવલ, આયુષમાન કાર્ડ ધારક
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.