આરોગ્ય:ઠંડી, પવન અને ધૂળને લીધે ગળા,નાકનાં રોગીઓ વધ્યા

ભાવનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળાનાં ઇન્ફેકશનની યોગ્ય સારવારને અભાવે ફેફસાંના રોગો અને ન્યુમોનિયા થવાની સંભાવના
  • બાળકો-વૃદ્ધોએ વિશેષ સંભાળ લેવી આવશ્યક

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે છેલ્લાં 2 દિવસથી શહેરમાં પ્રવર્તતા ભેજવાળા પવન અને ઠંડીના વાતાવરણની સાથે ઉડતી ધૂળને પગલે નાક અને ગળાનાં ઇન્ફેક્શનમાં ધરખમ વધારો થયો છે.

જેને પગલે શહેરનાં જનરલ પ્રેક્ટિશનર અને ચેસ્ટ ફિઝીશીયનનાં ક્લિનીકમાં ગળામાં ઇન્ફેક્શન, ખાંસી, શરદી, નાકમાંથી પાણી ટપકવું અને માથું ભારે લાગવા જેવી તકલીફોની સારવાર માટે જતાં દર્દીની સંખ્યામાં ધરખમ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકો તેમજ બાળકો, સગર્ભા મહિ‌લાઓ અને વિવિધ રોગથી પીડાતાં વૃદ્ધોએ વિશેષ કાળજી લેવાનું ડોકટર જણાવી રહ્યાં છે.

ભાવનગર શહેરમાં ઝંઝાવાતી પવન, ઠંડક છવાઇ ગઇ છે તો પહેલા ભેજવાળા વાતાવરણ થોડા દિવસ રહ્યું હતુ. જ્યારે રસ્તાઓ પર ઉડતી ધૂળને પગલે ગળા, નાક અને ફેફસાંનાં ઇન્ફેક્શનનાં કેસોમાં બે ગણો વધારો થયો છે. એટલે કે એક ક્લિનિક ખાતે 10 દિવસ પહેલાં રોજનાં પાંચથી સાત કેસ નોંધાતા હતા, તેને બદલે રોજનાં 12થી 15 કેસ નોંધાય છે.

જેમાં ખાસ કરીને અસ્થમા અને ફેફસાંનાં રોગનાં દર્દી‍ "સતત બહાર ફરતાં લોકો, સગર્ભા મહિ‌લા’, વૃદ્ધો અને બાળકો ઝડપથી લપેટમાં આવે છે. સામાન્ય લાગતાં કફ અને શરદીનાં યોગ્ય નિદાન વગર રોગ વધતાં ફેફસાંનું ઇન્ફેક્શન અને ન્યૂમોનિયા થવાનો ખતરો રહેલો છે.

ક્યા-ક્યા રોગ વકર્યા ?
ખાસ કરીને નાકમાંથી પાણી નીકળવું, નાક બંધ થવું, સતત છીંકો, ગળામાં દુખાવો , ખોરાક ઉતારવામાં તકલીફ, શ્વાસ ચઢે, બાળકોમાં સસણી બોલ, આંખ-કાનમાં બળતરા, ઉંઘ ઉડી જાય, અશક્તિ-બેચેની રહે અને શરીરનાં દુખાવાનાં કેસો વધ્યાં છે.

એલર્જીવાળા વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું ...
હાલમાં ગળાનાં ઇન્ફેક્શનનાં કેસોમાં બે ગણો વધારો થયો છે. ગળાનાં ઇન્ફેક્શનની તાત્કાલિક સારવાર કરાવીને ફેફસાંનાં વિવિધ રોગોથી બચી શકાય છે. જેથી લોકોએ કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. જેમ કે, જેમને એલર્જી હોય તેમણે જાહેર સ્થળોએ જવાનું ટાળવું, પૂરતો આરામ કરવો, ગરમીમાં બહાર ન નીકળવું, દિવસે ગ્લાસવાળી હેલ્મેટ પહેરવી, પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી ખોરાક લેવો. તેમજ શરદી-ખાંસી હોય તો નાસ લેવો અને ગરમ પાણીનાં કોગળા કરવાં. > ડો.એમ.બી. શર્મા, જનરલ ફિઝિશિયન

અન્ય સમાચારો પણ છે...