હવામાન:શહેરમાં શીત લહેર વધુ તીવ્ર : રાત્રે તાપમાન ઘટીને 11.4 ડિગ્રી થઇ ગયુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 37 ટકા નોંધાયું
  • ભાવનગર​​​​​​​ શહેર કડકડતી ઠંડીની લપેટમાં પવનની ઝડપ ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ

ભાવનગર શહેરમાં ડિસેમ્બરના મધ્ય ભાગથી શરૂ થયેલી શીતલહેર ગઇ કાલ મોડી સાંજથી વધુ તીવ્ર બની હતી. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધુ ઘટીને 11.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 37 ટકા થઇ જતા હવે શિયાળુ સૂકા પવનનું પ્રભુત્વ વધ્યું છે. આ કડકડતી ઠંડીને લીધે શહેરીજીવન પ્રભાવિત થયું છે અને મોડી સાંજથી વહેલી સવાર સુધી લોકો સવારે અને રાત્રે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે અને સાથે આ સમયે ટ્રાફિક પણ ઓછો જોવા મળતો હતો.

ભાવનગર શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાનનો પારો ઘટીને 12.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો તે આજે વધુ ઘટીને 11.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઠંડી વધુ તીવ્ર બની હતી. શહેરમાં મહત્તમ તાપમાન ગઇ કાલે 26.3 ડિગ્રી હતુ તે આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 27.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જેથી બપોરથી સાંજ સુધી ઠંડીમાં થોડા ઘટાડાનો અનુભવ નગરજનોને થયો હતો.

શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 46 ટકા હતુ તે આજે ઘટીને 37 ટકા થઇ ગયું હતુ જ્યારે પવનની ઝડપ ગઇ કાલે 8 કિલોમીટર હતી તે આજે ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ હતી. આમ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ભાવનગર પંથકમાં કડકડતી ઠંડી છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...