હવામાન:ઠંડી ઘટી : બપોરે તાપમાનમાં અઢી ડિગ્રીનો થયેલો વધારો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પવનની ઝડપ 6 કિલોમીટર નોંધાઇ
  • Á ભાવનગરમાં​​​​​​​ રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન એક ડિગ્રી વધીને 17.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ

ભાવનગર શહેરમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા ટાઢાબોળ પવનની ઝડપ છેલ્લાં બે દિવસથી ઘટી જતા મોડી સાંજથી વહેલી સવાર સુધી શીતલહેરમાં નગરજનોને રાહત મળી હતી. શહેરમાં આજે બપોર મહત્તમ તાપમાનમાં અઢી ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો હતો જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાનનો પારો એક ડિગ્રી વધીને 17.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા કડકડતી ઠંડીમાં રાહતનો અનુભવ નગરજનોને થયો હતો. શહેરમાં પવનની ઝડપ 6 કિલોમીટર નોંધાઇ હતી. આગામી સપ્તાહે કડકડતી ઠંડીનો પુન: આરંભ થશે.

ભાવનગર શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 16.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 17.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જેથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થયો હતો. શહેરમાં બપોરે મહત્તમ તાપમાન ગઇ કાલે 26 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલું તે આજે 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 28.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલની જેમ આજે પણ 67 ટકા નોંધાયું હતુ. જ્યારે ગઇ કાલે પવનની ઝડપ 4 કિલોમીટર નોંધાયેલી તે આજે વધીને 6 કિલોમીટર થઇ ગઇ હતી. આમ, શહેરમાં બપોર અને રાત્રે તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...