તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગસંયોગ:2021ના પહેલા દિવસે શુક્રવાર અને ગુરુ પુષ્યામૃત યોગનો સંયોગ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવકમાં ગયા વર્ષમાં જે બ્રેક લાગ્યો હતો એમા ધીમે પણ મક્કમ ગતિએ વૃધ્ધિ થશે

વર્ષ 2020 પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષનો પહેલો દિવસ શુભ માનવામાં આવે છે કારણ કે, 2020ના છેલ્લા દિવસ 31 ડિસેમ્બરને ગુરુવારે સવારે 7.26થી રાત્રીના 7.41 સુધી સિદ્ધિયોગ છે, અને નવા વર્ષના પહેલા દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2021ને શુક્રવારે ગુરુ પુષ્યામૃત યોગનો સંયોગ સર્જાવાનો છે. આમ તો ગુરુ પુષ્યામૃત યોગ ગુરુવારે સાંજે 7.49 કલાકથી જ શરૂ થઇ જાય છે. શ્રીધર પંચાગવાળા શાસ્ત્રી કિશન જોષી જણાવે છે કે, આ બંને દિવસો દરમિયાન જમીન, મકાન, વાહન ખરીદવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ ઉપરાંત આ દિવસ દરમિયાન પૂજાપાઠ સહિતના ધાર્મિક કાર્યો કરવા પણ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીએ રાત્રીના 8.16 સુધી રાજયોગ પણ છે. આ યોગમાં પણ ધર્મકાર્ય, પૂજાપાઠ અને ધાર્મિક વસ્તુઓ લેવી શુભ ગણાય છે. સાથે સાથે શુક્રવારે ચાંદીની વસ્તુ લેવી પણ શુભ માનવામાં આવે છે. આથી વર્ષ 2020નો છેલ્લો દિવસ 31 ડિસેમ્બરે અને નવા વર્ષ 2021ના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીએ સિદ્ધિયોગ અને ગુરુ પુષ્યામૃત યોગનો સારો સંયોગ સર્જાઈ રહ્યો છે. લોકો આ દિવસે નવી વસ્તુ કે ધાર્મિક કાર્યો કરે તો તે શુભ નીવડે છે.

આ 2021નુ આ વર્ષ માગશર વદ 02 શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થાય છે. શુક્રવાર તથા પુષ્ય નક્ષત્ર સાથે હોવાથી સુખ સમુધ્ધિમાં વૃધ્ધિ થાય લોકોની આવકમાં ગયા વર્ષમાં જે બ્રેક લાગ્યો હતો એમા ધીમે ધીમે પણ મક્કમ ગતિએ વૃધ્ધિ થતી જણાશે.2020 ના વર્ષની વાત કરીએ તો સહજ પણે એમ કહેવાનું મન થાય કે આ હવે બીજી વાર આપણા જીવનમાં ક્યારેય ન આવે અને આ વર્ષ લોકો નામ માનસમાં એક જ સમયે તરીકે હંમેશા રહેશે આ વર્ષ ભલે 2020 હોય પરંતુ આ વર્ષે પૂરું ટેસ્ટ મેચની જેમ પસાર થયું છે આ વર્ષમાં માનવ જીવન એક રીતે સમજી ગઈ હોય તેવો એહસાસ થયો આ વર્ષની શરૂઆતથી આવેલા કોવીડ 19 છે આખા વિશ્વમાં કોરોના થી ઓળખાયેલા આ વાયરસ આખા વિશ્વને બાનમાં લીધું અને લોકોનાં એક ભય પ્રસરી ગયો હતો

આ વાયરસના કારણે લોકો ઘરમાં પુરાઈ રહ્યા ને જોઈએ આખું વિશ્વ લોકડાઉન છે આપણા વ્યક્તિત્વમાં રાહ જોઈ આનાથી ફાયદા પણ થયા ને ઓળખાણ પડી ગયું લોકડાઉન પરિવાર સાથે કેટલોક સમય પસાર થવાની એક લાંબી સમય મળ્યો જેનાથી લોકો અત્યાર સુધી પરિવારમાં એક સાથે જ વાત કરતા એકબીજાને ઓળખી નહોતા શકતા અને પરિવારને સમયમાં આપી કરતા એ આ સમયમાં એકબીજાને વધુ સારી રીતે ઓળખવાનો સમય મળ્યો આ સમયની માનવજીવન ઘરમાં રહેવાથી કુદરતી વાતાવરણ સુંદર નદી તળાવ સમુદ્રકિનારાના જંગલો માં પણ પશુ-પક્ષીઓના કોલાહલ સાંભળવા મળ્યા લોકો એકબીજાથી નજીક આવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો