તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:અલંગ, ઘોઘા, નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટી અપાશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય બંદર ખરડો-2021 પોર્ટનો વિકાસ વેગીલો બનાવશે : માંડવીયા
  • હયાત બંદરોના વિસ્તૃતિકરણ-આધુનિકિકરણ પર ધ્યાન કેન્દ્રીય કરાશે

ભાવનગર જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ ટર્મિનલ, ભાવનગર નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટીથી જોડવા માટેનું કેન્દ્ર સરકારે આયોજન ઘડ્યુ છે. ભારતીય બંદર ખરડો-2021ની જરૂરીયાત પર ભાર મુક્તા બંદર, વહાણવટા અને જળ માર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુકે, હયાત બંદરોને મોટા કરવા, વધારવા કે અસરકારક રીતે અને ટકાઉ રીતે એવી રીતે નવા બંદરો વિક્સાવવા જેથી મહદ અંશે નૂર ખર્ચ ઘટે અને વેપાર વૃદ્ધિ સુધરે એ માટે રાષ્ટ્રીય સ્તરે સંકલિત અભિગમ જરૂરી છે.

માંડવિયાએ આજે બંદર, વહાણવટા અને જળ માર્ગો માટેના મંત્રાલય દ્વારા આયોજિત મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એમએસડીસી)ની 18મી મીટિંગની વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી હાથ ધરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતુકે, મેરિટાઇમ ક્ષેત્રની એકંદર પ્રગતિને લગતા બહુ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. કેટલાંક બિન-કાર્યરત બંદરો સહિત મેરિટાઈમ ક્ષેત્રના વિકાસ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો બેઉ સંયુક્તપણે કાર્ય કરશે.

ભારતીય બંદર ખરડો, 2021, નેશનલ મેરિટાઇમ હૅરિટેજ મ્યુઝિયમ (એનએમએચસી), બંદરો સાથેની રેલ અને રસ્તાની કનેક્ટિવિટી, મેરિટાઇમ કામગીરી અને સી પ્લેનની કામગીરી માટે તરતી જેટ્ટીઓ, સાગરમાલા યોજનાઓ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) પ્રોજેક્ટ્સને સામેલ કરશે તેમ તેઓએ ઉમેર્યુ હતુ.તદ્ઉપરાંત સલામતી, સુરક્ષા અને પ્રદૂષણ અટકાયતને લગતા કેટલાંક પરંપરાગત આચાર પણ ભારતીય બંદર ખરડા 2021 (આઇપી બિલ 2021)માં તમામ બંદરો દ્વારા આવા આચારોમાં ઠરાવેયાલ તમામ જરૂરિયાતોના અમલીકરણ માટે સામેલ કરાયા છે.

સાગરમાલા કાર્યક્રમ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) દ્વારા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા બંદર, વહાણવટા, અને જળ માર્ગોના મંત્રાલય પાસે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ છે જે સાગરમાલા અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) હેઠળ હાથ ધરાયા છે.

મેગા પોર્ટસ વિકસાવવાની આવશ્યક્તાઓ
ભારતમાં માત્ર જૂજ બંદરો પાસે ઊંડા ડ્રાફ્ટ છે જે કેપસાઇઝ જહાજોને હાથ ધરી શકે. આ ઉપરાંત, ભારતના સમગ્ર કાંઠામાં આશરે 100 જેટલાં બિનકાર્યરત બંદરો છે. જહાજોનું કદ વધતું જ જાય છે અને એટલે વધારે ઊંડા ડ્રાફ્ટવાળા બંદરો હોવા અને ખરેખર મેગા પોર્ટ્સ વિક્સાવવાની જરૂર છે. એવી જ રીતે, બિન-કાર્યરત બંદરોને પણ અગ્રતા આપવાની અને વિક્સાવની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...