તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યજ્ઞ:ગુજરાત ત્વરિત કોરોના મુક્ત બને તેવી કાળભૈરવ દાદા સમક્ષ સીએમની પ્રાર્થના

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાષ્ટ્રની સુરક્ષા માટે ફૌજી શીર્ષક તળે યજ્ઞ યોજાયો
 • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી પાલિતાણાના કાળભૈરવ મંદિરે યજ્ઞવિધિમાં અર્ધ્ય અર્પણ કર્યો

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પાલિતાણાના ભૈરવનાથ મંદિર ખાતે ટેક્નોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી કાલભૈરવ દાદાને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યો હતો. રાષ્ટ્રની સુરક્ષા માટે ફૌજી શીર્ષક તળે યજ્ઞ યોજાયોયોજવામાં આવેલ આ યજ્ઞમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે હાલ કોરોનાની મહામારીના કારણે ટેક્નોલોજીના માધ્યમથી કાળભૈરવ દાદાના યજ્ઞવિધિમાં જોડાઈ ભક્તિ અર્ધ્ય અર્પણ કરવાનો લાભ મળ્યો છે. ગુજરાતની જનતા કોરોનામુક્ત બને અને સૌનું આરોગ્ય જળવાય તેવી પ્રાર્થના કરી હતી.

અને કોરોના મહામારીથી બહાર આવી રાજ્યને વિકાસની દિશા તરફ આગળ વધવા માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. દિવાળીના પ્રકાશપર્વ થકી અંધકાર દુર થાય, નુતનવર્ષ લાભદાયી બને તે માટે રાજ્યના તમામ નાગરીકોને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રની સુરક્ષા માટે કાળભૈરવ દાદાને પ્રાર્થના કરી હતી અને યજ્ઞમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓને તેમણે દિવાળીની શુભેચ્છા પાઠવી સૌને માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો