ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા પ્રગતિ અને વિકાસ માટે પાલીતાણાની જનતા માટે પાયાના પ્રશ્નોનુ કાયમી નિવારણ ખુબ જરુરી છે, આજે ટ્રાફિક-રોડ-ગટર-ચોખ્ખા નિયમિત પાણી અને ગટર-ગંદકીના પ્રશ્નોથી ખુબ પાલીતાણાની જનતા પરેશાન છે. ત્યારે પાલીતાણા પાલીતાણામાં વોર્ડ નંબર 3માં ગંદકીનો માહોલ સર્જાયો છે. ત્યારે લોકો તંત્રથી નારાજ થઈ હલ્લાબોલ કર્યો હતો. તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ ઉકેલ ન આવતા તંત્ર સામે આજે વિસ્તારના લોકો ભેગા થઈ તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો.
બાળકને ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગ થવાની શક્યતા
પાલીતાણા તાલુકાના વોર્ડ નંબર 3ના લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘરની પાછળની દિવાલોમાં સતત ગંદકીનો માહોલ છે. જેનાથી અમારા બાળકને ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગ થવાની શક્યતા ઉભી થાય છે અનેક વખત નગરસેવકોને રજૂવાત કરવામાં આવી હતી, પણ નગરસેવકો દ્રારા જણાવ્યું હતું કે, અમારું ઉપર કોઈ સાંભળતું જ નથી. નગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી કોંગ્રેસના નગરસેવકોના વિસ્તારમાં કંઈપણ વિકાસના કામો થવા દેતા નથી. એવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.
ચૂંટણી ટાણે મોટા મોટા વાયદા
લોકોએ નગર પાલિકા સમક્ષ રોષ ઠલાવતા કહ્યું હતું કે, નગરપાલિકાના સેવકો દ્વારા ચૂંટણી ટાણે મોટા મોટા વાયદા કરવામાં આવે છે અને પાછળથી કોઈ પણ કામ કરવામાં આવતું નથી. અમને અમારો ન્યાય મળે અને આ ગંદકીના મહોલમાંથી છુટકારો મળે તેવી લોક માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.