ટેલીફોનિક વાતચિત:અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના ભાવનગરના 22 યાત્રીઓ સુરક્ષિત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવાના નિલેશભાઈએ અમરનાથની યાત્રાએ ગયેલા જિલ્લાના યાત્રિકો હેમખેમ હોવાનું જણાવ્યું

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સર્જાઈ છે. આ ઘટના સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા જેમાં 13 શ્રદ્ધાળુના મોત થયા છે જયારે 45 શ્રદ્ધાળુ ફસાયા છે જેમાં ભાવનગર જિલ્લાના પણ યાત્રિકો છે. વાદળ ફાટવાની ઘટનામાં ભાવનગર જિલ્લાના 22 યાત્રિકો સુરક્ષીત હોવાનું અમરનાથ ગયેલા મહુવાના નિલેશભાઇ પ્રવીણભાઇ જાનીએ ટેલીફોનિક વાતચિતમાં જણાવ્યુ છે.

અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાની ઘટના આજે 5-30 વાગે સર્જાયા બાદ ગુફા નજીક મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો અને અસંખ્ય ટેન્ટ તણાઇ ગયા હતા.આ યાત્રામાં ભાવનગર જિલ્લાના કુલ 22 યાત્રિકો હતા જેમાં ભાવનગરના 14 અને મહુવાના 8 યાત્રીકો હતા જે તમામ સુરક્ષિત છે. મહુવાના નિલેશભાઇ જાની દર વર્ષે ભંડારામાં સેવા આપવા અમરનાથ જાય છે.

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સમયે તેઓ ઘટના સમયે સ્થળ પર હાજર હતા. જોકે, નિલેશભાઈએ ભાવનગર અને મહુવાના યાત્રિકો સલામત હોવાનું એક ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. પહાડોમાંથી પાણીનો પ્રવાહ એક સાથે વહેવા લાગતા શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા આશરે 25 ટેંટ અને ત્રણ લંગર તેમા વહી ગયા હતા. વરસાદને લીધે આ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા અને લોકો તેની ઝપટમાં આવી ગયા હતા. અનેક શ્રદ્ધાળુઓ ગુમ થયા છે અને તેઓ પાણીના પ્રવાહમાં વહી ગયા હોવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...